બિગ બુલે પોતાના પોર્ટફોલિયોમાં જોડ્યો નવો સ્ટોક, આ કંપનીના શેર વેચ્યા

PC: forbesindia.com

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ ચાલું નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં અમુક કંપનીઓમાં હિસ્સેદારી વધારી છે અને તેનાથી અમુક પ્રોફિટ બુક કર્યો છે. આ સમયમાં સેંસેક્સમાં 28 ટકાની તેજી આવી અને નિફ્ટી 50માં 29 ટકાની તેજી આવી અને ઝુનઝુનવાલાએ ન માત્ર પ્રોફિટ બુક કર્યો બલ્કે કંપનીઓમાં હિસ્સેદારી વધારી અને પોર્ટફોલિયોમાં નવા સ્ટોક પણ જોડ્યા છે.

બિગ બુલે ફાર્મા કંપની જુબિલેંટ લાઇફ સાયન્સમાં પોતાની હિસ્સેદારી વધારી છે અને આઈટી કંપની ફર્સ્ટસોર્સ સોલ્યૂશંસમાં પ્રોફિટ બુક કર્યો છે. બંને જ સ્ટોક્સ માર્ચ 2020ના નિચલા સ્તરેથી લગભગ 200 ટકા વધુ પર ટ્રેડ થઇ રહ્યો છે.

જુબિલેંટ લાઇફ સાયન્સમાં વધારી હિસ્સેદારી

જુલાઇ-સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરની સમાપ્તિ પર રાકેશ ઝુનઝુનવાલાની પાસે જુબિલેંટ લાઇફ સાયન્સના 91.45 લાખ ઈક્વિટી શેર હતા. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની સમાપ્તિ પર બિગ બુલે આ કંપનીમાં પોતાની હિસ્સેદારી 0.05 ટકા વધારી દીધી અને ડિસેમ્બર 2020ના અંત સુધીમાં તેમની પાસે તેના 92.70 લાખ ઈક્વિટી શેર થઇ ગયા. આ સમયે જુબિલેંટ લાઇફ સાયન્સના શેર 927 રૂપિયાના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. જુબિલેંટ લાઇફ સાયન્સને હાલમાં જ ફાર્મા કંપની અને એલએસઆઈ કારોબારના ડીમર્જર માટે એનસીએલટીની મંજૂરી મળી હતી. જુબિલેંટ આ સમયે 3 કંપનીઓ માટે વેક્સીન તૈયાર કરી રહી છે અને તેની ક્ષમતા રોજ 5 લાખ વોયલ્સ બનાવવાની છે.

ફર્સ્ટસોર્સ સોલ્યૂશંસમાં બુક કર્યો પ્રોફિટ

જુબિલેંટ લાઇફ સાયન્સમાં હિસ્સેદારી વધારવા ઉપરાંત ઝુનઝુનવાલાએ અમુક સ્ટોક્સમાં પ્રોફિટ બુક કર્યો છે. પાછલા ક્વાર્ટર ઓક્ટોબર-ડિસેમ્બર 2020માં તેમણે ફર્સ્ટસોર્સ સોલ્યૂશંસમાં પોતાની હિસ્સેદારી 1.59 ટકા ઓછી કરી. સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં તેમની પાસે આ કંપનીના 2 કરોડ ઈક્વિટી શેર હતા અને ડિસેમ્બર 2020 અંત સુધીમાં 90 લાખ ઈક્વિટી શેર રહી ગયા.

ટાટા કમ્યુનિકેશંસને પોર્ટફોલિયોમાં જોડ્યું

રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના પોર્ટફોલિયોમાં ટાઇટન કંપની અને ટાટા મોટર્સ ઉપરાંત પાછલા ક્વાર્ટર ઓક્ટોબર-ડિસેમ્બર 2020માં ટાટા ગ્રુપનો સ્ટોક જોડ્યો છે. ઝુનઝુનવાલા અને તેમની પત્નીએ મળીને પોતાના પોર્ટફોલિયોમાં ટાટા કમ્યુનિકેશંસને જોડ્યો છે. બંને પતિ-પત્નીએ આ કંપનીના 32 લાખ શેર ખરીદ્યા છે. આ સ્ટોકમાં ઓક્ટોબરથી લઇ અત્યાર સુધીમાં 22 ટકાની તેજી આવી છે. પાછલા ક્વાર્ટરમાં ટાટા કમ્યુનિકેશંસની EBITDAમાં ક્વાર્ટરના આધાર પર 11 ટકા વધારો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp