જેનેરિક દવાઓનું વેચાણ ઘટવાથી આ દિગ્ગજ બાયોફાર્મા કંપનીનો નફો 36 ટકા ઘટ્યો

PC: theprint.com

દેશની દિગ્ગજ બાયોફાર્મા કંપનીના પહેલા ક્વાર્ટરના નફામાં 35.39 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 30 જૂનના રોજ ખતમ થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ ઘટીને 108.04 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. કંપનીના નફામાં આ ઘટાડાનું મુખ્ય કારણ રહ્યું તેની સહયોગી સ્ટાર્ટઅપ કંપની Bicara Therapeutics Incને થયેલી ખોટ. દિગ્ગજ બાયોફાર્મા કંપની બાયોકોનને પાછલા નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં 167.8 કરોડનો શુદ્ધ નફો થયો હતો. ચાલું નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો જેનેરિક સેગમેન્ટનો રેવેન્યૂ 22 ટકા ઘટીને 486 કરોડ રૂપિયા થઇ ગયો છે. ગયા નાણાકીય વર્ષે આ સમાન સમયમાં તે 621 કરોડ રૂપિયાનો હતો.

કંપનીઃ નફા પર કોરોનાની માર

કંપનીની ફાઇલિંગ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં તેનો કંસોલિડેટેડ રેવેન્યૂ 1807.08 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે ગયા વર્ષે તે 1712.1 કરોડ રૂપિયા હતો. કંપનીના એક્ઝીક્યૂટિવ ચેરપર્સન કિરણ શૉ મઝૂમદારે કહ્યું કે કોરોનાને કારણે ઓપરેશનલ મુશ્કેલીઓએ કંપનીના રેવેન્યૂ ગ્રોથને ધીમો કર્યો. બેંગલોર અને હૈદરાબાદ બંને જગ્યાએ કંપનીની API ફેસિલિટીમાં ઉત્પાદનમાં મુશ્કેલી પહોંચી. તેને રેવેન્યૂ ગ્રોથને ઝટકો લાગ્યો.

Bioconએ કહ્યું કે, તેમની બોસ્ટન સ્થિત સ્ટાર્ટઅપ કંપની Bicara Therapeutics Incની ખોટને લીધે નફો પ્રભાવિત થયો છે. કિરણ શૉ મઝૂમદારે કહ્યું કે, આ વર્ષે કંપનીની ઘણી દવાઓને મંજૂરી મળી શકે છે. ભારત અને મલેશિયામાં તેની નિર્માણ ફેસિલિટીનુ USFDA દ્વારા ઓનસાઇટ રિવ્યૂ થવાનું છે. જો સમય પર થઇ જશે તો કંપનીની દવાઓને જલદી મંજૂરી મળી શકે છે. કંપનીની રિસર્ચ સર્વિસની માગ તો બની જ છે. જોકે બાયોસિમિલર્સ બિઝનેસના રેવેન્યૂમાં ઘટાડો આવ્યો છે.

કિરણ શોના પતિ બોર્ડમાંથી રિટાયર

બાયોકોનની ફાઇલિંગ અનુસાર તેના વાઇસ ચેરમેન અને નોન એક્સિક્યૂટિવ ડિરેક્ટર જોન શો 23 જુલાઇ 2021ના રોજ બોર્ડમાંથી રિટાયર થયા છએ. AGMમાં કહેવામાં આવ્યું છે કે તેમણે કંપનીને એક નાની ઈંઝાઇમ કંપનીમાંથી આ મુકામ સુધી પહોંચાડવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. આજે બાયોકોન વિશ્વભરમાં એક જાણીતી બાયોફાર્માસ્યૂટિકલ્સ કંપની તરીકે જાણીતી છે. જોન શૉ કિરણ મજૂમદારના પતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp