નવા વર્ષમાં નિવેશકોને રડાવશે બિટકોઈન! આ મોટી બેંકે આપી ચેતવણી

PC: nairametrics.com

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઈન માટે નવુ વર્ષ હજુ વધુ ખરાબ હોઈ શકે છે. દુનિયાની મોટી બેંકોમાંથી એક સ્ટાન્ડર્ડ ચાર્ડર્ડે અનુમાન લગાવ્યું છે કે, નવા વર્ષમાં બિટકોઈન નિવેશકોના આંસૂ વધુ વહાવી શકે છે અને તેની કિંમતમાં 70 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. બેંકે કહ્યું કે, વર્ષ 2023માં બિટકોઈનની કિંમત 5 હજાર ડૉલરની આસપાસ આવી શકે છે જે હાલના સમયમાં 17500 ડૉલરની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

બેંકના ગ્લોબલ હેડ ઓફ રિસર્ચ એરિક રોબર્ટસને રવિવારે એક નોટમાં લખ્યું છે કે, આવતા વર્ષે આશરે 70 ટકા એટલે કે કિંમત 5 હજાર ડૉલર સુધી જોવા મળી શકે છે. રોબર્ટસને એવુ પણ કહ્યું કે, માંગ ગોલ્ડના ડિજિટલ વર્ઝનમાં નિવેશકોના શિફ્ટ થવાના કારણે બિટકોઈનની કિંમતોમાં ભારે ઘટાડો આવવાની સંભાવના છે. જ્યારે, સોનાના ભાવમાં 30 ટકાનો વધારો જોવા મળી શકે છે. રોબર્ટસને કહ્યું કે, બિટકોઈનની કિંમતમાં ઘટાડાનું અસલી કારણ ઈકોનોમીમાં ઉથલ-પાથલ, ડિજિટલ એસેટ્સમાં નિવેશકોના વિશ્વાસમાં ઘટાડો છે. તેમણે ભાર આપીને કહ્યું કે, હું ભવિષ્યવાણીઓ નથી કરી રહ્યો પરંતુ, એ સિનેરિયો પર વિચાર કરી રહ્યો છે જે ભૌતિકરૂપે હાલના બજાર સહમતિથી બહાર છે.

સેમ બેંકમેન-ફ્રાઈડના એફટીએક્સ એક્સચેન્જ અને સિસ્ટર ટ્રેડિંગ હાઉસ અલ્મેડા રિસર્ચના પતન બાદ ડિજિટલ એસેટ્સ માટે આગળ શું છે, આ સવાલનો જવાબ આપવો હકીકતમાં મુશ્કેલ નથી રહ્યો. આ ધમાકાનું કારણ છે ક્રિપ્ટો કંપનીઓ અને બુફે ટોકનની કિંમતોમાં ઘટાડાનું જોખમ. ફંડસ્ટ્રેટમાં ડિજિટલ એસેટ સ્ટ્રેટજીના પ્રમુખ સીન ફેરેલે શુક્રવારે એક નોટમાં લખ્યું કે, ક્રિપ્ટો માર્કેટમાં હવે જબરદસ્તીનો સેલ પૂરો થઈ ચુક્યો છે. ફેરેલે ડિજિટલ કરન્સી ગ્રુપ, સંકટમાં ઘેરાયેલી ક્રિપ્ટો બ્રોકરેજ જેનેસિસની મૂળ કંપનીની આસપાસ ચાલી રહેલી અનિશ્ચિતતા તરફ ઈશારો કર્યો. બ્રોકરેજને દેવાળીયુ થવાથી બચાવવા માટે જેનેસિસના લેણદાર વિકલ્પ શોધી રહ્યા છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના રોબર્ટસને કહ્યું કે, ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં ઘટાડાનો ફાયદો ગોલ્ડની કિંમતને મળી શકે છે. તેમણે કહ્યું કે, આવતા વર્ષે સોનાની કિંમત 2250 ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી શકે છે. જે હાલના 1850 ડૉલર પ્રતિ ઔંસ કરતા વધુ છે. છેલ્લાં કેટલાક દિવસોમાં સોનાની કિંમતમાં સારી તેજા જોવા મળી રહી છે.

ક્રિપ્ટો સેક્ટરમાં છટણી ચાલુ છે. ડિજિટલ-એસેટ એક્સચેન્જ બાયબિટ પોતાના કર્મચારીઓની સંખ્યામાં 30 ટકાનો કાપ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમજ બીજી તરફ, બ્લૂમબર્ગના એમએલઆઈવી પલ્સ સર્વેના આશરે 94 ટકા લોકોનું માનવુ છે કે, એફટીએક્સના દેવાળીયા થયા બાદ હજુ વધુ ધમાકા જોવા મળી શકે છે. હાલના સમયમાં બિટકોઈન સ્ટેબલ દેખાઈ રહ્યો છે. કોઈન માર્કેટ કેપ ડોટ અનુસાર, 1.76 ટકાની તેજી સાથે 17317.79 ડૉલર પર તે કારોબાર કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp