બિલ્ડરોએ PM મોદીને પત્ર લખી કહ્યું કે લોન ભરવા પૈસા નથી, તરત આ 3 પગલા લો

PC: indiatimes.com

કન્ફેડરેશન ઓફ રીઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિસેયન ઓફ ઇન્ડીયા (સુરત)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રિઅલ એસ્ટેટની પ્રવર્વતમાન સ્થિતિ સુધારવા માટે લોન રિપેમેન્ટમાં છુટછાટ આપવા 3 મુદ્દાની રજૂઆત કરી છે.સરકાર આ છુટછાટ આપશે તો રિઅલ એસ્ટેટ ડેવલપર્સને રાહત મળશે એવું લખવામાં આવ્યું છે.બુકિંગ ધડાધડ કેન્સલ થઇ રહ્યા હોવાથી રિઅલ એસ્ટેટ ડેવલર્સ મુશ્કેલીમાં મુકાયા છે.

ક્રેડાઇ સુરતના પ્રમુખ સુરેશ પટેલે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે રિઅલ એસ્ટેટ સેકટર મંદીના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. સરકાર કેટલાંક જરૂરી પગલાં લઇ રહી છે. પરંતુ રીઅલ એસ્ટેટમાં બુકીંગ ધડાધડ કેન્સલ થઇ રહ્યા હોવાથી ડેવલપર્સને લોન રિપેમેન્ટમાં ભારે મુશ્કેલી ઉભી થઇ રહી છે.અમારી 3 મુદ્દાની માગણી છે જે માન્ય રાખવા વિનંતી છે.

(1) લોન રિપેમેન્ટની શરૂઆત થાય તેમાં એક વર્ષનો વધારો કરી આપવામાં આવે. દા. ત. એપ્રિલ 2020માં લોન રિપેમેન્ટ શરૂ થતું હોય તો તે એપ્રિલ 2021થી શરૂ કરવામાં આવે.

(2)ટોટલ રિપેમેન્ટમાં બે વર્ષનો વધારો કરી આપવામાં આવે. દા. ત. કોઇની 36 મહિનાની લોન હોય તો તેનો સમયગાળો વધારીને 60 મહિના કરી આપવામાં આવે.

(3) આરબીઆઇએ તાજેતરમા એસએમઇ અને એમએસએમઇ માટે એનપીએનો સમયગાળો 80 દિવસથી વધારીને 180 દિવસ કરી આપ્યો છે. અમારી માગ છે કે આ રાહત રીએલ એસ્ટેટને પણ આપવામાં આવે.

સરકાર આ માગને ધ્યાનમાં રાખીને રાહત આપશે તો રિઅલ એસ્ટેટની મુશ્કેલી દુર થશે એમ ક્રેડાઇએ પત્રમાં ઉમેર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp