મ્યુચ્યુઅલ ફંડ પર TDS કપાશે? લોકોની મૂંઝવણ પર CBDTએ કરી સ્પષ્ટતા

PC: livemint.com

ટૂંકા ગાળામાં વધુ પૈસા એકઠા કરવા માટે રોકાણકારો ક્યાંકને ક્યાંક રોકાણ કરે છે. આવું જ એક રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં છે. જો કે, મ્યુચ્યુઅલ ફંડ અંગેના સામાન્ય બજેટમાં એક નિયમ બદલવામાં આવ્યો છે. આ પરિવર્તનને લઈને વિવિધ પ્રકારની મૂંઝવણો ઉભી થઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે CBDT દ્વારા આ મૂંઝવણ દૂર કરવામાં આવી.

બજેટમાં જાહેરાત થયા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારે મ્યુચ્યુઅલ ફંડમાંથી 5,000 રૂપિયાથી વધુની કમાણી કરવા માટે 10% ના સ્ત્રોત પર ટેક્સ કપાત (TDS) ચૂકવવી પડશે. નાના રોકાણકારો માટે આ એક આંચકો હોઈ શકે છે. જો કે, સીબીડીટીએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ડિવિડન્ડ એટલે કે માત્ર ફાયદા પર 10 ટકાના TDS લાગશે. મૂડી લાભ ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં.

1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકારે તેના શેરધારકને કંપની અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ચૂકવવામાં આવતી ડિવિડન્ડ આવક પર 10% TDS કપાતની જાહેરાત કરી હતી. જો કે, આ આવક 5 હજાર રૂપિયાથી વધુ હોવી જોઈએ. ફાઇનાન્સ બિલ 2020માં, કંપની અથવા મ્યુચ્યુઅલ ફંડના સ્તરે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ને દૂર કરવા અને શેર અથવા એકમ ધારકના હાથમાં ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp