પરાગ અગ્રવાલને મળી રહી છે વાર્ષિક આટલી મોટી સેલેરી, જાણો ટોપ 5 CEOની આવક

PC: News.Africa.com

સોશિયલ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના CEO પદે તાજેતરમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલની પસંદગી થઈ છે. ટ્વિટરના CEOક બન્યા બાદ પરાગ અગ્રવાલની સેલરીમાં પણ મોટો વધારો થયો છે. અગ્રવાલને વાર્ષિક 1 મિલિયન ડૉલર આશરે રૂ.4.79 કરોડ આપવામાં આવશે. આ સિવાય પરાગ અગ્રવાલને તમામ પ્રકારના ભથ્થાઓ તથા બોનસ પણ આપવામાં આવશે. ભારતમાં જન્મેલા પરાગ અગ્રવાલ CEO બનતા પહેલા ટ્વિટર કંપનીમાં જ ચીફ ટેકનોલોજી ઓફિસર તરીક રહ્યા છે.

જે કંપનીની ટેકનિકલ સ્ટ્રેટજીનું કામકાજ સંભાળતા હતા. કંપનીના નવા CEOને બોનસ પ્લાનનો પણ ફાયદો થશે. કંપની એમને ટાર્ગેટ બોનસ તરીકે વાર્ષિક 150 ટકા આપશે. ડીસેમ્બર 2021 ઓફિસ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા લેટર અનુસાર અગ્રવાલને આશરે 94 કરોડની કિંમતના કંપનીના શેર પણ ફાળવી દેવાશે. કંપની તરફથી એવો ખુલાસો પણ કરાયો છે કે, કંપની રેગ્યુલેટરી ફાઈલિંગથી એને ફાયદો થશે. તબક્કા વાર એમને શેરની સોંપણી કરાશે.

સુંદર પિચાઈ

જો આપણે પરાગ અગ્રવાલના પગારની તુલના ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ સાથે કરીએ તો પરાગ અગ્રવાલનો પગાર લગભગ 10 ગણો ઓછો હશે. સુંદર પિચાઈની સેલેરી લગભગ $10 મિલિયન લગભગ 15 કરોડ રૂપિયા વાર્ષિક છે.

સત્યા નડેલા

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાનો પગાર ભારતીય સીઈઓમાંથી સૌથી વધુ છે. નડેલાને વાર્ષિક 50 મિલિયન ડોલર લગભગ 374 કરોડ રૂપિયા મળે છે.

Adobe CEO શાંતનુ નારાયણનો પગાર $1 મિલિયન છે, લગભગ રૂ. 7.49 કરોડ વાર્ષિક છે.

IBM CEO અરવિંદ કૃષ્ણાને વાર્ષિક 1.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 11.23 કરોડ રૂપિયાનો પગાર મળશે.

રેવતી અદ્વૈતિને વર્ષ 2019માં ફ્લેક્સની સીઈઓ બનાવવામાં આવી હતી. તેમનો વાર્ષિક પગાર $2,599,267 લગભગ રૂ. 20 કરોડ છે.

પરાગ અગ્રવાલનો જન્મ રાજસ્થાનના અજમેરની સરકારી હોસ્પિટલમાં થયો હતો. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. અગ્રવાલ સમાજના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે પરાગનું બાળપણ અહીં વીત્યું છે. આજે પરાગે સમગ્ર દેશને ગર્વની ક્ષણો આપી છે. પરાગ અગ્રવાલનો જન્મ 21 મે 1984ના રોજ થયો હતો. પરાગના પિતા રામ ગોપાલ અગ્રવાલ મુંબઈમાં BMRCમાં કામ કરતા હતા. તેના દાદા દાદી અજમેરના ડાંગર મંડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પરાગ મૂળ રાજસ્થાન પંથકના હોવાથી અજમેરમાં સમગ્ર અગ્રવાલ સમાજે પણ એમની આ સિદ્ધિનું સેલિબ્રેશન કર્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp