ગાડી રૂલા રહી હૈ...પેટ્રોલ-ડીઝલ બાદ CNGમા ભાવ વધ્યા, પ્રજા પર વધુ એક માર

PC: just dial.com

છેલ્લા અગીયાર દિવસથી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો દેશની પ્રજાને આર્થિક ફટકા મારી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ બાદ રાંધણ ગેસમાં ભાવ વધતા રાષ્ટ્રની અનેક ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. પેટ્રોલ-ડીઝલા બાદ હવે CNGમાં ભાવ વધારો થયો છે. CNG ગેસ અને ઘરે ઘરે રસોઈ માટે પાઈપલાઈનમાં આપવામાં આવતા PNG ગેસની કિંમતમાં ભાવ વધારો થતા નોકરિયાત તથા મધ્યમ વર્ગ પર વધુ એક માર આર્થિક માર પડ્યો છે.

અદાણીના CNG ગેસના ભાવમાં કિલો દીઠ 95 પૈસા જ્યારે PNGની કિંમતમાં સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટરે રૂ.1.29નો સીધો વધારો કરવામાં આવ્યો છે. તા.16 ફેબ્રુઆરીની મધરાતથી આ ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. અદાણી ગેસે કરેલા ભાવ વધારાને પરિણામે અમદાવાદ, ખેડા, બરવાળા તથા સુરેન્દ્રનગરના અદાણી ગેસના કાર્યક્ષેત્ર અંતર્ગત આવતા વિસ્તારમાં કિલોદીઠ ભાવ વધીને રૂ.54.95 થઈ ગયો છે. એટલે હવે મહાનગરમાં ફરતી રીક્ષા અને CNG આધારિત વાહનોનું ભાડું વધશે એ વાત નક્કી છે. બીજી તરફ સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટરના રૂ.27.77ના ભાવે વેચાતા PNGનો નવો ભાવ રૂ.29.06 સામે આવ્યો છે.

અમદાવાદમાં એના પર ટેક્સ લગાવવામાં આવશે એવા પણ રીપોર્ટ મળ્યા છે. નવસારી વિસ્તારના અદાણી ગેસના ગ્રાહકો માથે નવા ભાવ વધારાને પરિણામે માસિક ખર્ચો વધશે. અદાણી કંપની પાસેથી ઘરે ઘરે રાંધણગેસ માટે PNG પાઈપલાઈન ક્નેક્શન લેનારાઓની સંખ્યા ગુજરાતમાં 4 લાખથી વધારે છે. જ્યારે ગુજરાતમાં CNGથી ચાલતા વાહનોની સંખ્યા 10 લાખથી વધારે છે. આ ભાવ વધારાથી પ્રજા પર મોંઘવારીનો વધુ એક ડામ ઝીંકાયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પછી ગ્રાહકોને માથે હવે સીએનજીના ભાવ વધારાનો પણ બોજ આવ્યો છે. સરકારી ક્રુડ ઓઈલ કંપની તરફથી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થતા ભાવ વધારાને કારણે વાહનવ્યવહાર મોંઘો થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ રહી તો પાર્સલ સર્વિસ અને પરિવહન પણ મોંઘુ થશે. શનિવારે પણ ડીઝની કિંમતમાં 39 પૈસા વધ્યા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ રૂ.90.58 સામે આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવ 80.97 રૂ. નોંધાયા છે. એક તરફ આપણા રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે બીજી તરફ જીવન જરૂરિયાત ગણાતા ઈંધણના ભાવમાં એકાએક વધારો થતા સામાન્ય માણસનું બજેટ બગડ્યું છે. તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp