બેંકો માટે સિક્કા બન્યા દુશ્મન, જાણો શું છે હકીકત

PC: coin-competition.eu

નોટબંધી બાદ બજારમાં પહેલાથી છપાયેલી નાના મૂલ્યની નોટો અને સિક્કાઓની મદદથી ભલે સ્થિતિ કાબૂમાં રાખવામાં મદદ મળી હોય, પરંતુ સિક્કા હવે બેંકો માટે મોટી મુશ્કેલી બની ગયા છે. સ્થિતિ એવી છે કે, નાના શહેરો અને ગામડાંઓના કરન્સી ચેસ્ટમાં પણ 80-90 લાખ રૂપિયાના સિક્કા જમા થઈ ગયા છે. જેને કારણે કરન્સી ચેસ્ટમાં જગ્યાની તંગી ઊભી થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર, હાલ બેંકોમાં કર્મચારીઓની તંગી છે, તો બીજી તરફ આખા દિવસમાં કોઈકને કોઈક ગ્રાહક એક થેલી સિક્કાની જમા કરાવવા માટે આવી જાય છે. નિયમ અનુસાર, સિક્કા લેવાનો ઇનકાર ન કરી શકાય, આથી મજબૂરીમાં સિક્કા લેવા પડે છે. પરંતુ, પૈસા ઉપાડવા આવેલા કોઈપણ ગ્રાહકને સિક્કા આપવામાં આવે તો તે લેવાની ગ્રાહક ના પાડી દે છે. આ કારણોસર કરન્સી ચેસ્ટમાં સિક્કા જમા કરવા પડે છે.

આ ઉપરાંત, હવે લોકો ચલણમાં એક રૂપિયાનો સિક્કો લેવાનુ ટાળી રહ્યા છે, જેને કારણે લોકો તે સિક્કા બેંકમાં જમા કરાવીને તેનાંથી છૂટકારો મેળવી રહ્યા છે. જેને કારણે બેંકમાં સિક્કાઓનો ભરાવો થઈ ગયો છે. આ અંગે RBIને વાત કરતા તેમણે તે સિક્કા અન્ય જગ્યાએ ખસેડવાનુ આશ્વાસન આપ્યુ છે.

મોટાભાગની બેંકોમાં હાલ કર્મચારીઓની અછત છે, તેવામાં કોઈ ગ્રાહક સિક્કા જમા કરાવવા આવી જાય તો તેમાં ઘણો સમય નીકળી જાય છે. કારણ કે, એક-એક સિક્કો હાથથી ગણવો પડે છે. જેને કારણે બેંકના કર્મચારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp