જો પ્રોડક્ટ ખરાબ નિકળે તો ઘરે બેઠા ગ્રાહક કરી શકશે કેસ

PC: hearstapps.com

કોઇ પણ ઉત્પાદનની ખરાબ ક્વોલીટી કે સર્વિસમાં ગડબડીની ફરિયાદ ગ્રાહક ફોરમમાં નોંધાવા માટે તમારે ફરવું નહિ પડે સરકાર એવી સુવિધા આપવા પર કામ કરી રહી છે. જેનાથી તમે ઘરે બેઠા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરી શકશો. તેના માટે દેશના તમામ 655 ગ્રાહક ફોરમને માર્ચ 2019 સુધી ડિજીટલ બનાવવાનો નિર્ણય લીધો છે. આ બાદ કેસની ઇ-ફાઇલિંગ સર્વિસ શરૂ કરવામાં આવશે.

ગ્રાહક મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઇન ફરિયાદ નોંધવા પર SMS એલર્ટ મળશે ફરિયાદ પર કાર્યવાહી વગેરેના અપડેટ્સના વિષયમાં સમય સમય પર મેસેજ મોકલીને સૂચના આપવામાં આવશે. એટલેકે તે કેસને કેવી રીતે આગળ વધારવામાં આવી રહ્યો છે અને જે કંપની વિરૂધ્ધ તેણે કેસ નોંધાવ્યો છે. તેના વિરૃધ્ધમાં શુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેની જાણ તેમને કરવામાં આવશે જેથી ગ્રાહકને તે અંગે જાણકારી મળતી રહે કે તેના કેસને લઇને શુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અંતમાં કોઇ નિર્ણય લેવા પર પણ તેની માહિતી ગ્રાહકને આપવામાં આવશે જો ગ્રાહક તે નિર્ણયથી સંતુષ્ટ નથી થતા તો ફરીથી તે કેસને લઇને પોતાની વાત ફોરમની સામે રાખી શકશે કન્ઝ્યુમર અફેર મીનીસ્ટર રામવિલાસ પાસવાનના જણાવ્યા અનુસાર અમારો પ્રયત્ન છે કે ગ્રાહકને પોતાના હકની લડાઇમાં વધારે તકલીફોનો સામનો ન કરવો પડે અને તેને જલ્દીજ ન્યાય મળે. તેના માટે આપણે ઘણા પગલા ભરી રહ્યા છે. જે સિસ્ટમ અમે ઉભી કરવા જઇ રહ્યા છે. તેમાં લોકો પણ પોતાની સાથે થયેલ અન્યાયને લઇને ફરિયાદ કરવા અંગે જાગૃત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp