હિટલરના રસ્તે ચાલશો તો હિટલરની મોતે મરશો, PM મોદી પર કોંગી નેતાની વિવાદી ટિપ્પણી

PC: digvijayasingh.in

અગ્નિપથ યોજના અને ED દ્વારા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની કરવામાં આવેલી પુછપરછથી અકળાયેલા કોંગ્રેસ નેતા સુબોધકાંત સહાયે જંતર મંતર પર સત્યાગ્રહના મંચ પરથી PM મોદી માટે વિવાદાસ્પદ ટીપ્પણી કરી દીધી હતી. તેમણે વડાપ્રધાન મોદીની સરખામણી જર્મનીના તાનાશાહ હિટલર સાથે કરીને મર્યાદા ઓળંગી દીધી હતી. ઝારખંડ કોંગ્રેસના આ સિનિયર નેતાએ PM મોદીની હિટલર સાથે સરખામણી કરતા કહ્યું હતું કે, તેઓ હિટલરના રસ્તે ચાલી રહ્યા છે અને હિટલરની જેમ જ મરશે. દેશના વડાપ્રધાન માટે આવા શબ્દોનો પ્રયોગ એક સિનિયર નેતાના મોઢેથી શોભતો નથી. PM મોદીની હિટલર સાથે સરખામણી રાજકીય નેતાઓ અનેકવાર કરી ચૂક્યા છે, પરંતુ સહાયે તો બધી સીમાઓ પાર કરી દીધી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુબોધકાંત સહાયે દિલ્હીના જંતર મંતર પર સત્યાગ્રહના મંચ પરથી કોંગ્રેસી કાર્યકરોને સંબોધન કરતી વખતે PM મોદીની સરખામણી હિટલર સાથે કરીને કહ્યું કે, તેઓ હિટલરના રસ્તે ચાલી રહ્યા છે અને હિટલરની જેમ જ મરશે.

કોંગ્રેસ નેતા સુબોધકાંત કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે, હિટલરે પણ આવી જ એક સંસ્થા બનાવી હતી જેનું નામ તેણે ખાકી રાખ્યું હતું, સેનાની વચ્ચે તેણે આવી સંસ્થા બનાવી હતી. હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ રસ્તા ચાલી રહ્યા છે. PM મોદીએ તો હિટલરનો આખો ઇતિહાસ પાર કરી દીધો છે.

આ પહેલા સુબોધકાંત સહાયે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ અમારી બે-ત્રણ ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડવાનું કામ કર્યું છે. PM મોદી જે મદારીના રૂપમાં દેશમાં આવીને તાનાશાહીના રૂપમાં આવી ગયા છે. સહાયે કહ્યું કે મને તો લાગે છે કે, PM મોદીએ તો હિટલર કરતા પણ વધારે ઇતિહાસ પાર કરી દીધો છે.

નિવેદન પર બબાલ ઊભી થતા સુબોધકાંત સહાયે કહ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તો તેમની નીતિઓ પર સવાલ તો પુછવામાં આવશે જ. સેનાની ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી યોજના અગ્નિપથનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. એક તરફ નરેન્દ્ર મોદી સરકારના મંત્રીઓ તેના ફાયદા ગણાવી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષના નેતાઓ આ અંગે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. રાજકીય નેતાઓના નિવેદનો અગ્નિપથ યોજનાના વિવાદમાં બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp