સતત છ દિવસથી વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, આવી છે ક્રૂડ ઓઈલની સ્થિતિ

PC: khabarindiatv.com

નવા વર્ષના પ્રથમ મહિનામાં સતત છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થતા વધારાથી પરિવહન મોંઘું થવાની ભીતિ છે. તેલ કંપનીઓએ મંગળવારે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમતમાં પાંચ પૈસાનો વધારો કર્યો હતો. આ ભાવ વધારા બાદ દિલ્હીમાં 75.74રૂ., કોલકાતામાં 78.33 રૂ., મુંબઈમાં 81.33 રૂ અને ચેન્નઈમાં 78.69રૂ. પેટ્રોલનો નવો ભાવ સામે આવ્યો હતો. જ્યારે ડીઝલના ભાવમાં દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં 11 પૈસા અને મુંબઈના ભાવમાં 12 પૈસાનો વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ડીઝલનો ભાવ 68.79 રૂ.,કોલકાતામાં 71.15 રૂ., ચેન્નઈમાં 72.14 રૂ. અને મુંબઈમાં 72.69 રૂ. નવો ભાવ નોંધાયો છે.

અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર હુમલો કરતા કમાન્ડર સુલેમાનીનું મોત થયું હતું. ત્યાર બાદ કાચા તેલની કિંમતમાં 4થી 5 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સાડા ત્રણ મહિનામાં સૌથી વધુ ભાવ વધારો નોંધાયો હતો. એનર્જી એન્ડ કરંસી રીસર્ચના અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર અખાતના દેશમાં તણાવભરી સ્થિતિ જ્યારે જ્યારે સર્જાય છે ત્યારે કાચા તેલના ભાવમાં તેજી જોવા મળે છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલ પર થાય છે. આ ઉપરાંત બેરલ દીઠ પણ ભાવ વધારો થાય છે. જ્યારે આ સ્થિતિને જોતા ક્રુડનો ભાવ 72થી75 ડૉલર સુધી જઈ શકે છે. જ્યારે WTI 65થી68 ડૉલરની સપાટીને સ્પર્શ કરી શકે છે.

છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 72 પૈસાનો વધારો થયો છે. ઈરાક અને અમેરિકા વચ્ચે વણસતી સ્થિતિને લઈને ભાવ વધારો માથું ઉચકી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં 55 પૈસા અને ડીઝલમાં 72 પૈસા વધ્યા છે. હાલમાં ભારતમાં મોંઘવારી સર્વોચ્ચ સપાટી છે. એવામાં આ પ્રકારની સ્થિતિથી સૌથી વધુ ફટકો ભારતના મધ્યમવર્ગને લાગ્યો છે. ખાસ કરીને ડીઝલના ભાવમાં વધારો થતા હવે પરિવહન પર એની માઠી અસર થઈ રહી છે. નજીકના ભવિષ્યમાં પરિવહન મોંઘુ બનશે એવા સ્પષ્ટ એંધાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp