ક્રિપ્ટોકરન્સીથી અલગ છે RBIની ડિજિટલ કરન્સી, બંને વચ્ચેનું મુખ્ય અંતર જાણો

PC: entrackr.com

ભારતને ટૂંક સમયમાં પોતાની ડિજિટલ કરન્સી મળવાની છે. તેને લઇ ભારતીય રિઝર્વ બેંકે પોતાની યોજનાનો ખુલાસો કરી દીધો છે. RBIના ડેપ્યુટી ગવર્નર રવિશંકરે કહ્યું કે રિઝર્વ બેંક ફેઝવાઇસ રીતે ડિજિટલ કરન્સી રજૂ કરવાની યોજના બનાવી રહી છે. સૌથી પહેલા ડિજિટલ કરન્સીને પાયલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવશે. દેશમાં ડિજિટલ કરન્સીને લઇ લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. RBI લાંબા સમયથી ડિજિટલ કરન્સી લાવવાની વાત કરી રહ્યું છે. દુનિયાના ઘણાં અન્ય દેશો પણ ડિજિટલ કરન્સી લાવવાની વાત કરી રહ્યા છે.

શું હોય છે ડિજિટલ કરન્સી

આ એક પ્રકારથી પ્રચલિત કરન્સીનું વર્ચ્યુઅલ રૂપ હોય છે. જેને કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સી(CBDC) પણ કહેવામાં આવે છે. ડિજિટલ કરન્સીને માત્ર કેન્દ્રીય બેંક બહાર પાડે છે. ઉદાહરણ તરીકે 10 રૂપિયાની નોટ અને 10 રૂપિયાની ડિજિટલ કરન્સીની વેલ્યૂ એકસમાન રહેશે. ડિજિટલ કરન્સીમાં કોઇપણ બાધા વિના લેવડ-દેવડ કરી શકાય છે.

શું હોય છે ક્રિપ્ટોકરન્સી

ક્રિપ્ટોકરન્સી એક અલગ પ્રકારની કરન્સી છે. તે અલગ અલગ પ્રકારની હોય છે. જેને વર્ચ્યુઅલ કરન્સી પણ કહી શકાય છે. દરેક ક્રિપ્ટોકરન્સીની વેલ્યૂ અલગ અલગ હોય છે અને તેની કિંમતોમાં ઉતાર-ચઢાવ થતો રહે છે. ક્રિપ્ટોકરન્સી માન્યપ્રાપ્ત નથી. પાછલા અમુક વર્ષોમાં ક્રિપ્ટોકરન્સીનું ચલણ વધ્યું છે. હાલમાં આખી દુનિયામાં લગભગ 4 હજાર ક્રિપ્ટોકરન્સી ચલણમાં છે. જેમાં બિટકોઇન સૌથી પોપ્યુલર ક્રિપ્ટોકરન્સી છે. ભારતમાં પણ આનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.

ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટોકરન્સી વચ્ચેનું મુખ્ય અંતર

  • ડિજિટલ કરન્સીને કેન્દ્રીય બેંક બહાર પાડે છે. ક્રિપ્ટોકરન્સી માઇનિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
  • ડિજિટલ કરન્સીને કેન્દ્રીય બેંક અને તે દેશની સરકારની માન્યતા પ્રાપ્ત હોય છે. ક્રિપ્ટોકરન્સીની પાસે કેન્દ્રીય બેંક કે સરકારની માન્યતા નથી હોતી.
  • ડિજિટલ કરન્સીની વેલ્યૂ સ્થિર રહે છે. જ્યારે ક્રિપ્ટોકરન્સીની વેલ્યૂમાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળે છે.
  • ડિજિટલ કરન્સીને સંબંધિત દેશની મુદ્રામાં ફેરવી શકાય છે. ક્રિપ્ટોકરન્સીની સાથે આવું કરી શકાય નહીં.

ભારતમાં નાણા મંત્રાલયે વર્ષ 2017માં એક ઉચ્ચ સ્તરીય અંતરમંત્રાલયી સમિતિની ભલામણ કરી હતી. આ સમિતિએ વર્ચ્યુઅલ કે ક્રિપ્ટોકરન્સીથી જોડાયેલી પોલિસી અને કાયદાકીય ફ્રેમવર્ક તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ સમિતિએ દેશમાં ફિઝિકલ કરન્સીની જેમ ડિજિટલ કરન્સી લાવવાની ભલામણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp