ગુજરાતનું જાહેર દેવું 2.17 લાખ કરોડ, 2021મા કેટલું થશે?

PC: minutenews.fr

ગુજરાત સરકાર સતત દેવામાં વધારો કરી રહી છે, જો આ પ્રક્રિયા ચાલશે તો આવનારા ત્રણ વર્ષમાં ગુજરાતનું દેવું 3,00,000 કરોડ ઉપર પહોંચી જશે તેવું કેગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે. રાજ્યનું દેવું 2016-17ના વર્ષ દરમિયાન માત્ર 1.99 લાખ કરોડ હતું તે માર્ચ 2018ના અંતે 2.17 લાખ કરોડ પર પહોંચી ગયું છે. એજન્સીઓના રિપોર્ટમાં એવું માનવામાં આવે છે કે ગુજરાતનું જાહેર દેવું માર્ચ 2019ના અંતે 2.38 લાખ કરોડ થશે. માર્ચ 2020ના અંતે આ દેવાન આંકડો 2.96 લાખ કરોડ સુધી પહોંચી શકે છે જ્યારે માર્ચ 2021મા આ દેવું વધીને ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી જઇ શકે છે.

ગુજરાત સરકાર એવો દાવો કરે છે કે રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત છે પરંતુ તે જાહેર દેવાના કારણે દેખાય છે, જો કે સરકાર એટલું બધુ વ્યાજ ભરે છે કે વર્ષે ગરીબો માટેના 10000થી વધુ મકાનો બની શકે છે. જુલાઇ-2018ની સ્થિતિએ રાજ્યનું કુલ દેવું 2,17,338 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હોવાની માહિતી સરકારી ડોક્યુમેન્ટમાં આપવામાં આવી છે. ભાજપ સરકાર દ્વારા પ્રજાને કોઇ રાહત અપાતી નથી પરંતુ દર વર્ષે દેવામાં કૂદકે ને ભૂસકે વધારો થતો હોય તેમ છેલ્લા બે વર્ષમાં જ 36,595 કરોડ રૂપિયાનું દેવું કરી નાખ્યું છે.

નાણાં વિભાગના ડોક્યુમેન્ટમાં જણાવાયું છે કે, 2017-18ના સુધારેલા અંદાજ મુજબ 31-07-2018 ની સ્થિતિએ રાજ્યનું જાહેર દેવું 2,17,338 કરોડ રૂપિયા થવા પામ્યું છે. તેમાં 2016-17ના વર્ષમાં 18,595 કરોડ અને 2017-18માં 18,000 કરોડ રૂપિયાનો વધારો થવા પામ્યો છે. સરકારે આ જંગી દેવા માટે જે વ્યાજ ચૂકવ્યું છે તેમાં 2016-17ના વર્ષમાં 16,087 કરોડ અને 2017-18મા 17,718 કરોડ રૂપિયા છે. તેની સામે 2016-17મા 9073 કરોડ રૂપિયાનું મુદ્દલ અને 2017-18મા 13,701 કરોડ રૂપિયાનું મુદ્દલ ચૂકવ્યું છે. બે વર્ષમાં ચૂકવેલા મુદ્દલ કરતા વ્યાજની ચૂકવણી વધુ છે. જે સરકારની નાણાકીય સદ્ધરતા કઇ સ્થિતિએ છે તે પણ દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp