વિકસિત અર્થવ્યવસ્થાઓ મંદી તરફ ધકેલાઇ રહી છે જાણો, ભારતને શું થઇ શકે છે અસર?

PC: astrotalk.com

વિશ્વભરમાં મોંઘવારીએ તાંડવ મચાવ્યો છે અને હવે શક્યતાઓ છે કે, મોટી અર્થવ્યવસ્થાઓ મંદી તરફ આગળ વધી રહી છે. જો આ અર્થવ્યવસ્થાઓ મંદીના કપરા કાળમાં પ્રવેશ કરશે તો ભારત જેવા વિકસી રહેલા દેશ માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે. બીજી બાજુ શેરબજારો વેચવાલીનો સામનો કરી રહ્યા છે. રોકાણકારોમાં ડરનો માહોલ પેદા થઇ ગયો છે. આજે બજારના પોઝિટીવ ખુલવા પાછળનું કારણ ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલો ઘટાડો માનવામાં આવી રહ્યો છે.

વધુ પડતા નિષ્ણાંતોને લાગે છે કે, બજારમાંથી હજુ પણ વેચવાલી પૂર્ણ રીતે દૂર થઇ નથી. કારણ કે હજુ પણ બેર પાવરમાં છે. તો નિફ્ટી 15000ના સ્તર સુધી જઇ શકે છે, એવી પણ આશંકાઓ છે કે, નિફ્ટી 14000નું સ્તર પણ બતાવી શકે છે. બજારમાં જન્મી રહેલી આવી આશંકાઓ પાછળ વિશ્વભરમાં મંદીની શક્યતાઓ અને વધતી મોંઘવારીને જવાબદાર માનવામાં આવી રહી છે. ભારત પર તેની શું અસર થશે તેનું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે.

એક બજાર નિષ્ણાંત પાસેથી જાણવા મળ્યું છે કે, હાલના આંકલનના આધારે નિફ્ટી-50 માટે 13750થી 14500ની રેન્જ દેખાઇ રહી છે. તેમના હિસાબે મુખ્ય સૂચકાંકોમાં 5થી 10 ટકાનો વધુ કડાકો આવવાની હજુ પણ આશંકાઓ છે. વિશ્વભરની કેન્દ્રીય બેન્કો દ્વારા વધતા વ્યાજ દરોને જોતા લેવામાં આવેલા નિર્ણયોના કારણે બજારને મોટું નુકસાન થયું છે. આ નિર્ણયોએ બજારમાં લિક્વિડિટી એબ્ઝોર્બ કરવાનું કામ કર્યું છે. અમુક મોટી અર્થવ્યવસ્થાઓ મંદી તરફ આગળ ધકેલાઇ રહી છે.

અન્ય એક બજાર નિષ્ણાંત દ્વારા જાણવા મળ્યું છે કે, મૂલ્ય સ્થિરતા કરવા માટે યુએસ ફેડરલની પ્રતિબદ્ધતા સંભવત: વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને મંદી તરફ ધકેલી દેશે અને એક હલકી મંદી શરૂ થઇ શકે છે. જો આમ થાય તો ભારતીય કંપનીઓ અને અર્થવ્યવસ્થા પર પણ મોટી અસરો જોવા મળી શકે છે.

વિકસિત અર્થવ્યવસ્થાઓ એસેટ પરચેઝ પ્રોગ્રામને બંધ કરી રહી છે. તેની સાથે જ યુએસ ફેડ રેટ વધારી રહી છે. તેનાથી ખબર પડે છે કે, આવી અર્થવ્યવસ્થાઓ આર્થિક મંદી તરફ વધી રહી છે. તેનું પરિણામ એ આવશે કે, FII ભારતમાં થઈ પૈસા બહાર કાઢશે. જ્યારે આ પૈસા બહાર નીકળશે તો ભારતીય રૂપિયો વધુ નબળો પડશે, જેના કારણે આયાત મોંધી થશે અને કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઇન્ફ્લેશન પણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp