આ કારણે ચાંદીના ભાવ રૂ.65,000, સોનું રૂ.55,000થી નજીક પહોંચી ગયા છે

PC: economictimes.com

છેલ્લા ત્રણ દિવસથી સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની મહામારીને કારણે સપ્લાય ચેનને માઠી અસર થઈ છે. સોના-ચાંદીની સપ્લાય પણ અટકી હોવાને કારણે તથા મેક્સિકો-લેટિન અમેરિકામાં ખનન કામગીરી ઠપ થઈ હોવાના લીધે ચાંદીમાં મોટી તેજી જોવા મળી રહી છે. જેના કારણે ભાવ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીનો ઉછાળો 25 ડૉલર તરફ આગેકુચ કરી 24.40 ડૉલર ક્વોટ થઈ રહ્યો છે.

જ્યારે અમદાવાદની સ્થાનિક માર્કેટમાં આશરે નવ વર્ષ બાદ ચાંદીનો ભાવ ફરી રૂ.65,000ની સપાટીએ પહોંચ્યો છે. સપ્ટેમ્બર 2011માં ચાંદીની કિંમત રૂ.65,000 થયા બાદ ફરી રૂ.1500ના સુધારા સાથએ રૂ.65,000 ભાવ વધારો બોલાઈ રહ્યો છે. માત્ર ચાંદી જ નહીં સોનાનો ચળકાટ પણ જોવા મળ્યો છે. અમદાવાદની બજારમાં સોનું રૂ.500થી વધી રૂ.55,000ની નજીક હોવાનું જાણવા મળ્યું છે. ઉછાળા બાદ નવી કિંમત રૂ.54,700 થઈ હતી. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે મોટાભાગના દેશ સ્ટીમ્યુલસ પેકેજની યોજના તૈયાર કરી રહ્યા છે. જેથી સલામત રોકાણ માટે હજફંડ, HNI ઈન્વેસ્ટર્સ, સેન્ટ્રલ બેન્કની ખરીદી સોના-ચાંદી તરફ ફંટાઈ રહી છે.

હાજર માર્કેટની સાથે વાયદામાં પણ તેજી જોવા મળી રહી છે. MCX ખાતે ચાંદી ડિસેમ્બર વાયદો 67000ની સપાટી પાર કરીને 67204, જ્યારે સપ્ટેમ્બર વાયદો 65398 પર ક્વોટ થયો છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સોનું રૂ.52792 ક્વોટ થયું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં દિવાળી સુધીમં ચાંદી 27 ડૉલર તથા સ્થાનિકમાં રૂ.75000 સુધી જઈ શકે એમ છે. ઈક્વિટી માર્કેટ તથા સોના-ચાંદીમાં મંદીની પેટન્ટ એક લાંબા સમય બાદ બદલાઈ છે. સામાન્ય રીતે ઈક્વિટી માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ ચાલતો હોય તો સોના ચાંદીમાં રિવર્સ રીત એટલે મંદીનો તબક્કો જોવા મળે છે. જ્યારે સોના ચાંદીમાં તેજી થાય તો ઈક્વિટી માર્કેટમાં નેગેટિવ પોઈન્ટ જોવા મળે છે. પણ છેલ્લા કેટલાક સમયથી ઈક્વિટી, સોના-ચાંદીમાં તેજી સમાંતર રીતે ચાલી રહી છે. જોકે, હજું પણ એક અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી ઘણા રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણને સૌથી સુરક્ષિત અને અતિ મહત્ત્વનું માની રહ્યા છે. જોકે, સોનામાં વઘતા જતા ભાવને લઈને જૂના સોનાને ફરી ઘડામણથી નવું કરીને ઉપયોગમાં લેવાનો ટ્રેન્ડ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp