મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા કર્ફ્યૂથી જાણો શેર માર્કેટ પર શું અસર થશે

PC: businessinsider.com

કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં બુધવારના રાત્રીના 8.00 વાગ્યાથી 15 દિવસ માટે નવા કડક પ્રતિબંધ અમલી કર્યા છે. મહારાષ્ટ્રમાં નવી સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં 144ન કલમ લાગુ રહેશે. આ ઉપરાંત નાઈટ કર્ફ્યૂ પણ યથાવત રહેશે. રાજ્ય સરકારના આ પ્રતિબંધોની આર્થિક અસર લગભગ લોકડાઉન જેવી રહે એવા એંધાણ છે.

મહારાષ્ટ્રમાં આ પ્રકારના પ્રતિબંધથી એ આશંકા મજબુત બની રહી છે કે, ગુરૂવારે જ્યારે શેર માર્કેટ ખુલશે તો એના પર આ નિર્ણયોની એક અસર જોવા મળશે. જોકે, માર્કેટ નિષ્ણાંતો આ નિર્ણયોની પ્રતિકુળ અસરને લઈને સ્પષ્ટ નકારો કરી રહી છે. આ વિષય પર CNI રીસર્ચના CMD કિશોર ઓસ્તવાલ કહે છે કે, લોકો એવું સમજે છે કે, મહારાષ્ટ્રમાં લોકાડાઉન તથા પ્રતિબંધોની માઠી અસર માર્કેટ પર પડશે. ગુરૂવારે માર્કેટ ખૂલતા મોટો ઘટાડો જોવા મળશે. પણ એવું નથી. ગુરૂવારે માર્કેટમાં 400થી 500 પોઈન્ટની તેજી જોવા મળી શકે છે. શેર માર્કેટમાં ઘટાડો જ્યારે કોઈ અનિશ્ચિતતા હોય ત્યારે જોવા મળે છે. ગત અઠવાડિયે પણ મહારાષ્ટ્રમાં લોકડાઉનની આશંકા હતી. જેના પર માર્કેટમાંથી સારી પ્રતિક્રિયા મળી હતી. બીજી તરફ ઘટાડો પણ જોવા મળ્યો હતો. સોમવારે પણ લોકડાઉનની આશંકાને પગલે સેંસેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટ મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈને ઓવર રીએક્ટ કરી ચૂક્યો છે. હવે જ્યારે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, રાજ્યમાં અગાઉ જેવું લોકડાઉન નહીં લાગે પણ ચોક્કસ પ્રતિબંધ લાગશે.


તો આ માર્કેટ માટે થોડી રાહતની વાત છે. નાણામંત્રી પોતે પણ કહી ચૂક્યા છે કે, લોકાડાઉન નહીં થાય. જેના કારણે લોકડાઉનને લઈને કેટલીક અનિશ્ચિતતાઓ દૂર થઈ છે. પ્રતિબંધો અને આંશિક લોકડાઉથી અર્થ વ્યવસ્થા પર ખાસ કોઈ અસર જોવા નહીં મળે. બુધવારે પણ નિફ્ટીમાં એક તેજી જોવા મળી હતી. ઓસ્તવાલે કહ્યું કે, ભારતમાં 11 કરોડ લોકો વેક્સીન લઈ ચૂક્યા છે. દેશમાં આવનારા દિવસોમાં રશિયાની વેક્સીન સ્પૂતનિકનું એક કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. આવનારા દસ દિવસમાં આ રસી ઉપયોગમાં લેવાશે. આ રીતે જોવામાં આવે તો 60 દિવસમાં 50થી 60 કરોડ લોકોને વેક્સીનનો લાભ મળી જશે. આટલી મોટી સંખ્યામાં લોકોને વેક્સીન આપ્યા બાદ સ્થિતિ કાબુમાં આવી જશે. મે મહિનાના અંત સુધીમાં નિફ્ટીનું 159000નું સ્તર જોઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp