EPFOએ આપી કરોડો કર્મચારીઓને રાહત, PFને લઈને કરી આ મહત્ત્વની જાહેરાત

PC: paisabazaar.com

EPFO-એમ્પોય પ્રોવિડન્ડ ફંડ વિભાગે કરોડો કર્મચારીઓને રાહત આપતો એક નિર્ણય કર્યો છે. હવે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર પોતાની જાતે બનાવી શકશે. અત્યાર સુધી કંપનીઓ કર્મચારીઓ માટે આ નંબર નક્કી કરતી હતી. હવેથી કર્મચારીઓ આ UNનંબર જનરેટ કરી શકશે. અત્યાર સુધી કર્મચારીઓએ પોતાના નંબર માટે એક કંપનીના માધ્યમથી એપ્લાય કરવાનું રહેતું હતું. હવે કંપનીને કે સંસ્થાને કોઈ માધ્યમ બનાવવાની જરુર નથી. EPFOની વેબ સાઈટ પરથી આ અંગેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવા નંબર પણ આ વેબસાઈટ પરથી બનાવી શકાશે.

આ ઉપરાંત EPFOએ 65 લાખ પેન્શનર્સોને પોતાના પેન્શન અંગે જરુરી દસ્તાવેજ ડાઉનલોડ કરવાની સુવિધા પુરી પાડી છે. આ નંબર ઓનલાઈન જનરેટ થશે. અગાઉ કંપની માધ્મથી આ નંબર જનરેટ થતા હોવાને કારણે ટ્રાંસફર વખતે કેટલીક મુશ્કેલીઓ ઊભી થતી હતી. જે હવે નહીં થાય. આ ઉપરાંત કર્મચારી પોતાની નોકરી બદલશે ત્યારે પણ આ નંબરને ફરીથી જનરેટ કરવાની જરુર નહીં પડે. જૂનુ ખાતું જ ચાલુ રહેશે. હવે વીમા કવચ કે અન્ય આર્થિક સુવિધા માટે કંપનીની પ્રોસિજર માટે કોઈ રાહ જોવી નહીં પડે. પેશન્સન પેમેટ ઑર્ડર પણ હવેથી ડાઉનલોડ કરી શકાશે. આ ઉપરાંત EPFOએ DigiLocker સાથે હાથ મિલાવ્યા છે.

શ્રમ મંત્રાલયના મંત્રી સંતોષ ગંગવરે 67માં સ્થાપના દિવસની ઉજવણી નિમિતે આ બે સુવિધાઓ લૉન્ચ કરી છે. આ ઉપરાંત હવેથી કર્મચારી E-Inspection ફોર્મ પણ ભરી શકશે. આ માટે તેમણે એક લોગઈન બનાવવાનું રહેશે. જેની મદદથી EPFOની બીજી પણ સુવિધાઓની જાણકારી મળશે. આ ઉપરાંત સાઈટ પરથી EPF કેવી રીતે બેન્કમાં ટ્રાંસફર કરવું તેની પણ માહિતી મળી રહેશે. ટૂંકમાં કર્મચારી હવે કોઈ કંપની કે સંસ્થાને આધારિત રહ્યા વગર પોતાના ખાતા અંગે દરેક માહિતી જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp