26th January selfie contest
BazarBit

ત્રણ અઠવાડિયાના લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે

PC: outlookindia.com

કોરોના વાયરસના કારણે દેશમાં ત્રણ અઠવાડિયાના લોકડાઉનથી એપ્રિલ-જુન ત્રિમાસિકના GDP ગ્રોથમાં ઝડપથી ઘટાડો આવશે. તેને કારણે આખા વર્ષનો ગ્રોથ પ્રભાવિત થશે. લોકડાઉનના કારણે દેશને આશરે 120 અરબ ડૉલર (આશરે 9.12 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થશે. તે કુલ GDPના 4 ટકા બરાબર છે. તેને ધ્યાનમાં રાખીને GDP ગ્રોથનું અનુમામ ઓછું કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ વર્ષે GDP ગ્રોથમાં 2 ટકાનો ઘટાડો આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે કરવામાં આવેલી જાહેરાત બાદ બાર્કલેજ બેંકે અર્થવ્યવસ્થા પર અસરને લઈને રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો છે.

બાર્કલેજ ઈન્ડિયાના ચીફ ઈકોનોમિસ્ટ રાહુલ બજોરિયાનું કહેવું છે કે, ચાર અઠવાડિયા સુધી સંપૂર્ણરીતે દેશ બંધ અને ત્યારબાદ 8 અઠવાડિયા સુધી આંશિક બંધ માનીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 2020માં ગ્રોથ અનુમાન 4.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા અને આખા નાણાકીય વર્ષ (2020-21) માટે 5.2 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરી દીધો છે. પરંતુ, આવતા વર્ષે ગ્રોથમાં તેજી આવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તે અનુસાર, 2021માં GDP ગ્રોથ 8.2 ટકા નાણાકીય વર્ષ 2021-22માં 8 ટકા રહેશે.

બેંકનું પહેલા અનુમાન હતું કે, સંભવિત મંદીને જોતા RBI વ્યાજદરોમાં 65 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે, રેટ કટ હજુ વધુ થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, GDP ગ્રોથમાં ઘટાડાના કારણે સરકાર માટે નાણાકીય લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ બનશે. એવામાં RBI પાસે રકમની માંગણી કરવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દા પર કંઈપણ કહેવું થોડી ઉતાવળ ગણાશે.

કોરોનાની અસરના કારણે કોણે કેટલો ઘટાડ્યો ગ્રોથ અનુમાન

એજન્સી/સંસ્થા

2020-21માં ગ્રોથ અનુમાન

 

પહેલા

હવે

UBS

5.1%

4%

S&P

6.5%

5.2%

બાર્કલેજ

5.2%

3.5%

ફિચ

5.6%

5.1%

બેંક ઓફ અમેરિકા

5.1%

4.7%

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp