$ સામે ₹ નબળો: ગુજરાતની બેંકોમાં NRI થાપણો કેટલી વધી? જાણો વિગત

PC: hindustantimes.com

ડોલર સામે રુપિયાની સ્થિતિ અત્યારે આપણે સૌ જાણીએ છીએ. રુપિયો સતત નબળો પડતા નોન રેસિડન્ટ ઈન્ડિયન (એનઆરઆઈ) દ્વારા સ્થાનિક બેંકોમાં વધારે નાણાં જમા કરાવવામાં આવી રહ્યાં છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (SLBC) દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રિમાસિક આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2018-19ના ક્વાર્ટરમાં રાજ્યભરની બેંકોની NRI થાપણમાં 1445 કરોડ રુપિયાનો વધારો નોંધાયો છે.

આ આંકડા અનુસાર એપ્રિલ-જૂન અને જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટરમાં NRI ડિપૉઝિટમાં અનુક્રમે રૂપિયા 250 કરોડ અને રુપિયા 611 કરોડનો વધારો નોંધાયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કુલ NRI ડિપૉઝિટ 71,933 કરોડ રુપિયા હતી, જે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રુપિયા 73,378 કરોડ દર્શાવવામાં આવી છે.

આ બાબતે દેના બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ સિંહે જણાવ્યું કે, જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં રુપિયો સતત ગગડ્યો છે અને ડોલર સામે 70ની પાર પહોંચ્યો હતો. આથી સારા વળતરની આશાએ NRI રોકાણકારોએ તેમનું ભંડોળ દેશની બેંકોમાં પોતાના ખાતામાં જમા કરાવ્યું હતું. 30 જુલાઈએ ડોલર વિરુદ્ધ રુપિયાની કિંમત 68.47 હતી, જે 30 સપ્ટેમ્બરે 72.53 પર પહોંચી હતી.

રમેશ સિંહે વધુમાં જણાવ્યું સ્માર્ટ NRI રોકાણકારો ભારતમાં વ્યાજના દરને સતત ધ્યાનમાં રાખે છે. આથી જ્યારે પણ વ્યાજદર વધે અથવા ભારતીય ચલણના મૂલ્યમાં ઘટાડો થાય, ત્યારે સ્થાનિક બેંકોમાં તેમની બચત જમા કરે છે. આ વર્ષે પણ જોઈએ તો, ઓક્ટોબરમાં પણ ડોલર સામે રુપિયો 74ને પાર કરી ગયો હતો. આથી ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરના અંતે પણ NRI ડિપૉઝિટમાં વધારો થતો જોઈ શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp