નાણાં પંચે તેમના અહેવાલની નકલ પ્રધાનમંત્રીને રજૂ કરી

PC: PIB

15મા નાણાપંચના અધ્યક્ષ અને સભ્યોએ 2021-22થી 2025-26ના સમયગાળા માટેના કમિશનના અહેવાલની એક નકલ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને રજૂ કરી. આયોગે પોતાનો અહેવાલ 4 નવેમ્બર 2020ના રોજ ભારતના રાષ્ટ્રપતિને સોંપ્યો હતો.

આયોગના અધ્યક્ષ  એન.કે.સિંહ, આયોગના સભ્યો  અજય નારાયણ ઝા, પ્રો.અનૂપ સિંહ, ડૉ. અશોક લાહિરી અને ડૉ. રમેશ ચંદ સાથે આયોગના સચિવ  અરવિંદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

આયોગે ત્યારબાદ કેન્દ્રીય નાણાંમંત્રી સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.

બંધારણ હેઠળ સૂચવ્યા અનુસાર એટીઆરના માધ્યમથી એક્સપ્લેનેટરી મેમોરેન્ડમ સાથે અહેવાલ ગૃહમાં મૂકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp