નાણામંત્રી નિર્મલા સીતારમનના બજેટમાં મહિલાઓને મળી આ સોગાતો

PC: twimg.com

નાણા મંત્રી નિર્મલા સીતારમન સંસદમાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં પોતાનું પહેલું બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમને બજેટમાં મહિલાઓનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. સીતારમને પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, મહિલાઓના વિકાસ વિના દેશનો વિકાસ ના થઈ શકે. નાણા મંત્રીએ સંસદમાં પણ આ વખતે મહિલાઓની ભાગીદારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ વખતે સંસદમાં રેકોર્ડ 78 મહિલાઓ સાંસદ બની છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, આપણા દેશમાં નારી તુ નારાયણીની પરંપરા રહી છે, સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ રામકૃષ્ણને લખેલા પત્રમાં કહ્યું હતું કે, મહિલાઓની સ્થિતિમાં સુધારા વિના દુનિયામાં કલ્યાણની ગુંજાઈશ નથી.

નારી તુ નારાયણી યોજના

નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું- હું એક કમિટીનો પ્રસ્તાવ રજૂ કરું છું, જે મહિલાઓની ભાગીદારી વધારવા માટે મંતવ્યો આપે. મહિલા સશક્તિકરણ માટે કમિટી બનાવવામાં આવશે. તેમજ જનધન બેંક અકાઉન્ટ ધરાવનારી મહિલાઓને 5000 રૂપિયાના ઓવર ડ્રાફ્ટની સુવિધા મળશે.

આ ઉપરાંત, મહિલાઓ માટે મુદ્રા યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની લોન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp