રવિવારથી શરૂ થઈ રહ્યો છે Flipkart Big Shopping Day Sale, જુઓ ઓફર્સ

PC: intoday.in

દિવાળી બાદ ફરી એક વખત વર્ષના અંતિમ તબક્કામાં Flipkart Big Shopping Day Sale શરૂ થઈ રહ્યું છે. તા.1થી 5 ડિસેમ્બર સુધી જુદી જુદી પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ સાથે બેસ્ટ પ્રાઈસમાં સારી વસ્તુઓ ઓનલાઈન સેલમાંથી મળી રહેશે. Flipkart યુઝર્સ 30 નવેમ્બર રાત્રે 8.00 વાગ્યાથી ડિલ્સ એક્સચેન્જ કરી શકશે. આ પાંચ દિવસીય સેલ દરમિયાન જુદી જુદી બ્રાંડના સ્માર્ટફોન સહિત અનેક ચીજ વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં ફેશન, હોમ ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક્સ જેવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્માર્ટફોનની પ્રાઈસની વાત કરીએ તો Realme 5 Pro રુ. 12,999માં, Realme C2 રુ.5999માં, Samsung Galaxy S9 રુ.27999 અને Apple iPhone 7 રુ.24999 રુપિયામાં મળી રહેશે. જ્યારે બીજા ડિવાઈસની વાત કરવામાં આવે તો Realme XT, Samsung Galaxy A30s, Samsung Galaxy S9 Plus, Google Pixel 3a અને Google Pixel 3a XL જેવા અનેક સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકાય છે. આ ઉપરાંત હેડફોન અને સ્પીકર પર 70 ટકાની છૂટનો લાભ પણ લઈ શકાય છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ પાવરબેન્ક 399 રુ.માં મળી રહે છે.

Sony Bravia W672G, Kodak 900S, LG 32-ઈંચ HD રેડી સ્માર્ટ TV, CooCaa 32-ઈંચHD રેડી સ્માર્ટ TV અને Samsung Series 4 જેવા ટીવી પણ મળી રહેશે. આ સિવાય ફેશન પ્રોડક્ટ અને શિયાળું કપડાંમાં પણ સારી એવી ઓફર્સ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વીવોના સ્માર્ટ ફોન ઉપર પણ સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. Vivo Z1 Pro, Vivo Z1x, Vivo S1 અને Vivo V15 Pro જેવા અનેક મોબાઈલ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલની સાથોસાથ Amazone ઉપર પણ સેલ શરુ થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp