ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ફરી એકવાર 400 અબજ ડોલર પર પહોંચ્યો

PC: techlector.com

દેશનો વિદેશી મુદ્રા ભંડાર 14 સપ્ટેમ્બરે 1.207 અબજ ડોલરથી વધીને ફરી 400 અબજ ડોલરનો સ્તર પાર કરી ગયો છે. RBIનાં તાજેતારનાં આંકડાઓ અનુસાર, વિદેશી મુદ્રા સંપત્તિમાં વૃદ્ધિ થવાથી વિદેશી મુદ્રા ભંડાર વધીને 400.489 અબજ ડોલર પર પહોંચી ગયો છે, જે 28723.9 અબજ રૂપિયા બરાબર છે. IMF અનુસાર, જુન 2018માં પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 10.9 અબજ ડોલર હતો, જે ભારતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે.

આ અગાઉનાં અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 81.95 કરોડ ડોલર ઘટીને 399.282 અબજ ડોલર રહી ગયો હતો. RBI અનુસાર, ઓવરઓલ ભંડારમાં મુખ્ય ભાગીદારી વિદેશી મુદ્રા સંપત્તિ 1.055 અરબ ડોલર વધીને 376.154 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી, જે 26994.2 અબજ રૂપિયા બરાબર છે.

કેન્દ્રીય બેંક અનુસાર, વિદેશી મુદ્રા ભંડારને ડોલરમાં દર્શાવવામાં આવે છે અને ભંડારમાં રહેલા પાઉન્ડ, સ્ટર્લિંગ, યેન જેવી આંતરરાષ્ટ્રીય મુદ્રાઓનાં મૂલ્યોમાં થતાં ઉતાર-ચડાવની આના પર સીધી અસર પડે છે. દેશનાં વિદેશી મુદ્રા ભંડાર 12 એપ્રિલ, 2018નાં રોજ સપ્તાહમાં 426.028 અબજ અમેરિકી ડોલરનાં રેકોર્ડ સ્તર પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં ઉતાર-ચડાવ આવી રહ્યાં છે.

વિદેશી મુદ્રા વિશ્લેષકોનાં જણાવ્યા અનુસાર, મુદ્રા ભંડારમાં ઘટાડો આવવાનું મુખ્ય કારણ રૂપિયાનાં ઘટતા ભાવોને સ્થિર કરવા માટે રિઝર્વ બેંકનું વિદેશી મુદ્રા ભંડારમાં હસ્તક્ષેપ કરવાનું હતું. સમીક્ષાનાં અઠવાડિયામાં સ્વર્ણ આરક્ષિત ભંડાર 14.4 કરોડ અમેરિકી ડોલરથી વધીને 20.378 અબજ ડોલર થઈ ગયું, જે 1445.5 અબજ રૂપિયા બરાબર છે.

અઠવાડિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ની સાથે દેશનો વિશેષ નિકાસ અધિકાર 28 લાખ ડોલર વધીને 1.478 અબજ ડોલર થઈ ગયો હતો, જે 106.2 અબજ રૂપિયા બરાબર છે. IMFની સાથે દેશનો આરક્ષિત ભંડાર પણ 49 લાખ ડોલર વધીને 2.478 અબજ ડોલર થઈ ગયો, જે 178 અબજ રૂપિયા બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp