જેફ બેઝોસને પાછળ છોડી દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બનવાથી થોડે દૂર છે અદાણી

PC: bangkokpost.com

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીએ ટોપ-10 ધનવાનોની યાદીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા ભારતીય ઉદ્યોગપતિની સંપત્તિ જે રીતે વધી રહી છે, તેને જોતા એ વાતનો ઈન્કાર ના કરી શકાય કે તેઓ જલ્દી જ ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બની શકે છે.

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સના આંકડા જોઈએ તો જે ઝડપથી ગૌતમ અદાણી આગળ વધી રહ્યા છે, જો તે કાયમ રહી તો ટૂંક સમયમાં જ તેઓ ટોપ-10 અબજોપતિઓના લિસ્ટમાં ત્રીજા નંબર પર રહેલા એમેઝોનના જેફ બેઝોસને પણ પાછળ છોડી દેશે. બંને વચ્ચે સંપત્તિનું અંતર સતત ઓછું થઈ રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 1.2 અબજ ડૉલર વધીને 131.1 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે અને તેઓ દુનિયાના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.

એક સમયે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહેલા જેફ બેઝોસની સંપત્તિમાં 2022માં ઘટાડો આવ્યો છે. જોકે, આ પહેલા જ એલન મસ્કે તેમનો સૌથી ધનવાનનો તાજ છીનવી લીધો હતો, અને બેઝોસ બીજા નંબર પર આવી ગયા હતા. તેમજ હવે ફ્રાન્સના અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ સતત તેમના કરતા આગળ બીજા નંબર પર છે. જેફ બેઝોસની નેટવર્થની વાત કરીએ તો 165.1 અબજ ડૉલર સાથે તેઓ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.

દુનિયાના તમામ ટોપ ધનવાનોમાં વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરનારા ગૌતમ અદાણી રહ્યા છે. ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છે. અદાણી અને જેફ બેઝોસની સંપત્તિમાં અંતરની વાત કરીએ તો બંનેની નેટવર્થમાં હવે માત્ર 34 અબજ ડૉલરનો જ તફાવત રહી ગયો છે. ગુરુવારે ટોપ-10 બિલિયોનેર લિસ્ટમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ હવે પાંચમાં ધનવાન નથી રહ્યા, તેઓ છઠ્ઠા નંબર પર સરકી ગયા છે. તેમની નેટવર્થ 107 અબજ ડૉલર રહી ગઈ છે. જ્યારે, લેપી એલિયન 107.6 અબજ ડૉલરની સાથે પાંચમાં નંબર પર આવી ગયા છે.

ટોપ-10 ધનવાનોની યાદીમાં બે નામ એવા છે જેમની સંપત્તિ 100 અબજ ડૉલરની નીચે છે. તેમા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી સામેલ છે. અંબાણીની નેટવર્થ 184 મિલિયન ડૉલરથી ઓછી થઈને 94.7 અબજ ડૉલર રહી ગઈ છે. આ આંકડાની સાથે તેઓ 10 નંબર પર છે. જ્યારે, નવમાં નંબર પર રહેલા ધનવાન સર્ગેઈ બ્રિનની સંપત્તિ 97.6 અબજ ડૉલર છે.

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ હજુ પણ Tesla CEO એલન મસ્કના માથે છે. તેમની નેટવર્થ 4.8 અબજ ડૉલર વધીને 278.4 અબજ ડૉલર થઈ ગઈ છે. તેમજ, દિગ્ગજ નિવેશક વોરેન બફેટ 102.5 અબજ ડૉલરની સાથે સાતમાં નંબર પર આવી ગયા. લેરી પેજ 101.5 અબજ ડૉલરની સંપત્તિ સાથે યાદીમાં આઠમાં નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp