ગૌતમ અદાણીના ભાઈ સૌથી ધનિક NRI, રોજની કમાણી જાણી ચોંકી જશો

PC: businesstoday.in

ભારત જ નહીં પરંતુ વિશ્વના ટોચના અમીરોની યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બીજા સ્થાને આવી ગયા છે. ગૌતમ અદાણીની દરરોજની કમાણી 1612 કરોડ રૂપિયા હોવાનું IIFL હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022ના રિપોર્ટમાં જણાવાયું છે. ત્યારે હુરુનએ જાહેર કરેલી યાદી મુજન બિઝનેસમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી પણ સૌથી ધનિક બિનનિવાસી ભારતીય છે. તો આ અહેવાલમાં તેમના વિશે જાણીએ.

5 વર્ષમાં સંપત્તિ વર્ષમાં 850 ટકા વધી

બિઝનેસમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી દુબઈ ખાતે રહે છે. જેઓ દુબઈ, જકાર્તા અને સિંગાપોરમાં બિઝનેસ કરે છે. ખાસ જણાવી દઈએ કે તેમની મિલકતમાં ગત વર્ષે 37,400 કરોડ રૂપિયા જેટલો મોટો વધારો થયો છે. બીજી તરફ વિનોદ શાંતિલાલ અદાણી પણ ભારતના ટોચના 10 અમીરોની યાદીમાં છઠ્ઠા સ્થાને આવે છે. એટલું જ નહીં છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં તેમની તેમની સંપત્તિમાં 850 ટકાનો મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે.

એટલે કે છેલ્લાં પાંચ વર્ષની અંદર તેમની સંપત્તિ વિકસીને 1.69 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. આ રીતે જો બંને ભાઈઓની સંપત્તિ ઉમેરવામાં આવે તો તેઓ કુલ 16.63 લાખ કરોડ રૂપિયાના મહિલા હોવાનું સામે આવે છે. એટલે કે આ આંકડો હુરુન અમીર યાદીના ટોચના 10 લોકોની સંપત્તિના 40 ટકા બરાબર છે.

દરરોજની વિનોદ અદાણીની કમાણી કેટલી?

IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં 94 સમૃદ્ધ NRI બિનનિવાસી ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ 102 કરોડ રૂપિયાની સંપત્તિ વિનોદ શાંતિલાલ અદાણી ઉમેરે છે. એ જ રીતે હિન્દુજા બ્રધર્સ 1.65 લાખ કરોડ રૂપિયા બીજા નંબરે છે અને તેમના પછી આર્સેલર મિત્તલના લક્ષ્મી નિવાસ મિત્તલ 1.5 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજો નંબર ધરાવે છે.

વિનોદ અદાણીનું ખેડાણ

1976માં ભીવાડીમાં વિનોદ શાંતિલાલ અદાણીએ વીઆર ટેક્સટાઈલ નામની કંપની પાવર લૂમની સ્થાપના કરીને સફરનું ખેડાણ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ સિંગાપોર શિફ્ટ થયા હતા. જ્યા રહ્યા બાદ 1994 થી તેઓએ દુબઈને રહેઠાણ બનાવ્યું છે અને ગલ્ફ દેશોમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. વિનોદ શાંતિલાલ અદાણીએ દુબઈમાં ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને આયર્ન સ્ક્રેપનો વેપાર શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp