GDP રેટ 4.5% રહ્યો, છ વર્ષમાં આ સૌથી કંગાળ સ્થિતિ

PC: business-standard.com

ગત વર્ષે આ જ સમયગાળામાં દેશનો રેટ 7 ટકાની આસપાસ રહ્યો હતો. આજે જાહેર થયેલો આર્થિક વિકાસ દર 4.5 ટકાથી છે, જે ગત 26 ક્વાર્ટર રિપોર્ટમાં આ સૌથી નીચો દર  છે. જાન્યુઆરી-માર્ચ 2013માં આ દર 4.3 ટકા રહ્યો હતો. જોકે, અર્થતંત્રની ડામાડોળ સ્થિતિને જોતા મોદી સરકારે આ દિશામાં મહત્ત્વના પગલાં લીધા છે. કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે. જેથી કરીને રોકાણને એક નવો વેગ મળી શકે. અર્થશાસ્ત્રીઓના અનુમાન અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આવનારા છ મહિનામાં પોતાના રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. તા.3-5 ડિસેમ્બરના રોજ યોજાનારી એક સમિક્ષા બેઠકમાં રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો થઈ શકે છે.

બુધવારે સંસદમાં થયેલી ચર્ચા અનુસાર આ સ્થિતિ આર્થિક કટોકટી સમાન છે. આર્થિક ક્ષેત્રની સુસ્તીને કારણે સંસદમાં ગરમાવો આવી ગયો હતો. વિપક્ષે શાસક પર આર્થિક મુદ્દાઓને લઈને ચાબખા માર્યા હતા. વિપક્ષે જણાવ્યું હતું કે, ડામાડોળ અર્થતંત્રને કારણે લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. જેના જવાબમાં નિર્મલા સિતારામણે કહ્યું હતું કે, અર્થતંત્રમાં સ્લોડાઉન છે પણ 'મંદી' નથી. આર્થિક વિકાસ માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. ગુરુવારે 2019-20ના નાણાકીય વર્ષમાં 27.86 ટ્રિલિયન રુપિયાના બજેટ સિવાય 2.7 બિલિયન ડૉલર ખર્ચ કરવા સંસદ પાસેથી મંજૂરી લેવામાં આવી છે.

ખાનગી ક્ષેત્રે નબળા નફાને કારણે અને ગૃહ ક્ષેત્રે ઓછું ફંડ ઊભુ થવાને કારણે દેશને જોઈએ એવી રીકવરી મળતી નથી. એવું નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ જણાવે છે. હજારો લોકોને રોજગારી આપવા માટે ભારતનો વિકાસદર 8 ટકા હોવો જોઈએ. જેથી અર્થતંત્ર સક્રિય રહે. ઓક્ટોબરમાં બેરોજગારીનો દર 8.5 ટકા રહ્યો હતો. ઓગષ્ટ 2016માં આ દર સૌથી વધું 8.5 ટકા રહ્યો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના રિપોર્ટમાંથી આ વાત જાણવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp