ગિફ્ટ સિટીમાં આવશે વધુ 11000 કરોડનું મૂડીરોકાણ, 140 કંપનીઓ તૈયાર

PC: https://indianexpress.com

ગુજરાતના ગિફ્ટ સિટીમાં 140 જેટલી કંપનીઓ 11000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે. આ સાથે દેશના કેટલાક સ્ટાર્પઅપના સંચાલકોએ પણ ગિફ્ટમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરવા માટે ચર્ચા કરી છે.

10મી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત સરકારે ગિફ્ટ અને ધોલેરા સિટીમાં મૂડીકોરાણ માટે વધારે પ્રયાસો કરવા અધિકારીઓને જણાવ્યું છે. મુખ્યમંત્રીની ઇચ્છા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ ઝડપથી કાર્યાન્વિત થાય અને નાગરિકોનો તેમાં નિવાસ થાય. ધોલેરામાં આવનારા બે વર્ષમાં એક લાખ લોકોને વસાવવાનો સરકારનો અંદાજ છે.

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં અત્યારે જે નાણાકીય કંપનીઓ આવી છે તેમણે તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે નાણાકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ સાથે સ્ટાર્ટઅપને પણ ગિફ્ટ સિટીમાં જગ્યા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં ઉપલબ્ધ છે ત્યાં અનેક કંપનીઓ આવી રહી છે.

ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ, ફિનટેક ફર્મ્સ, એરક્રાફ્ટ લીઝિંગ અને શિપ લીઝિંગ બિઝનેસ પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ એક જ છત્ર હેઠળ છે. ગિફ્ટ સિટી માટે 140 જેટલી કંપનીઓ સરકાર સાથે સમજૂતી કરાર કરવા તૈયાર છે. બેન્ક ઓફ અમેરિકાએ તો તેની શાખા શરૂ કરી દીધી છે અને વાયબ્રન્ટ સમિટમાં આ બેન્ક વધુ કરાર કરવા તૈયાર છે.

આ સિટીમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જોમાં હાલ સરેરાશ દૈનિક ચાર બિલિયન ડોલરનું ટર્નઓવર થાય છે. આ સિટીમાં હાલ 15000 કરતાં વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. હવે આ સિટીમાં કોર્મશિયલ ઉપરાંત ચાર મોટા રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પણ મૂકવામાં આવ્યા છે કે જેથી લોકોને ગિફ્ટ સિટીમાં વસાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp