19 વર્ષની યુવતીને મજબૂર કરાઇ એક રાતમાં 20 પુરૂષો સાથે સૂવા, પુસ્તકમાં ખુલાસો

PC: radiopunjabtoday.com

ઇંગ્લેન્ડની એક મહિલાએ પોતાની સાથે 19 વર્ષની વયે બનેલ દર્દનાક ઘટનાને સામે લાવવાનો નિર્ણય કર્યો છે. જોકે ઇંગ્લેન્ડની ટિનેસાઇડની રહેવાસી એક મહિલા નોકરીની જાહેરાત જોઇ એમ્સ્ટર્ડમ ગઇ હતી. જ્યાં બારોબાર તેનું અપહરણ કરી સોદો કરવામાં આવ્યો હતો. તેને વેચ્યા બાદ એકજ રાતમાં તેને 20 પર પૂરૂષો સાથે સૂવા માટે મજબૂર કરાવમાં આવી હતી. મહિલાનું બંદૂકની અણીએ અપહરણ કર્યા બાદ તેને સેક્સ સ્લેવ તરીકે વેચવામાં આવી.

તેણે જણાવ્યુ કે તેની સામેજ એક થાઇલેન્ડની યુવતીને મારી નાખવામાં આવી. કારણકે તેણે દલાલોને આપવા માટેના પૂરતા પૈસા ભેગા કર્યા ન હતા. તેમે પોતાની આખી વાતને લોકો સામે મૂકવા માટે સ્લેવ ગર્લ નામનું પુસ્તક પણ લખ્યું છે. તેણે જણાવ્યુ કે જે જાહેરાત જોઇ તે એમ્સ્ટર્ડમ ગઇ હતી તે ખરેખરમાં એક અપરાધીએ છપાઇ હતી. તે જેવી એમ્સ્ટર્ડના એરપોર્ટ પર પહોંચી કે તરત તેનો પાસ્પોર્ટ જપ્ત કરવામાં આવ્યો અને તેને તરત વેશ્યાલયમાં પહોંચાડવામાં આવી. જ્યારે પહેલી વાર તેની સાથે આ ઘટના બની ત્યારે તે બીકથી ધ્રૂજી રહી હતી.

હાલમાં આ મહિલાની ઉમર 42 વર્ષ છે. તેણે જણાવ્યુ કે તેને ખૂબજ ઓછુ ફૂડ આપવામાં આવતું હતું. અને આ દર્દને ઘટાડવા માટે તે બંને કોકેઇનની લતે ચઢી હતી. જોકે થોડા સમય બાદ તે ભાગવામાં સફળ રહી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp