26th January selfie contest

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, છેલ્લા 8 મહિનાના સૌથી નીચા ભાવ

PC: economictimes.indiatimes.com

દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સોનાના ભાવ 8 મહિનામાં પહેલી વખત ઘટીને 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. અમેરિકામાં બોન્ડ યીલ્ડ્સમાં તેજીને કારણે ડોલર મજબૂત થયો છે જેના કારણે દુનિયાભરમાં સોનાનું વેચાણ વધ્યું છે. આ કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સના આંકડા પ્રમાણે શુક્રવારે સોનાની સ્પોટ કિંમત 45900 રૂપિયા સુધી ગયેલી જોવા મળી હતી.

એપ્રિલ ડિલીવરીવાળું સોનું 46126 રૂપિયા પર હતું. અમેરિકામાં શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જ પર સોનું 1784 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેન્ડ કરી રહ્યું હતું જે 29 જૂન પછીનો સૌથી ઓછો ભાવ છે. ભારતમાં ગયા વર્ષે 7 ઓગષ્ટના રોજ સોનાનો ભાવ 56018 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો પરંતુ તેના પછી તેાં 10 હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે આ કિંમત 45976 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહી હતી.

સોનાની કિંમતોમાં આખા અઠવાડિયા દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી સર્રાફા માર્કેટમાં સોમવારે શરૂ થયેલો ભાવ ઘટાડો અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે પણ ઘટેલો જ જોવા મળ્યો હતો. દિલ્હી સર્રાફા માર્કેટમાં શુક્રવારે સોના 239 રૂપિયા તૂટીને 45568 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. દુનિયાભરમાં સોનાનો કારોબાર થાય છે, આથી ભારતમાં સોનાની માંગ સિવાય આંતરરાષ્ટ્રીય કિંમતો અને રૂપિયા-ડોલરના એક્સચેન્જ રેટથી પણ પ્રભાવિત થાય છે. દુનિયાની અન્ય કરન્સીના મુકાબલે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે પરંતુ રૂપિયાની સરખામણીએ ગયા મહિનાઓથી 73 આસપાસ અટકેલો છે. ગુરુવારે આ 72.65ના સ્તર પર બંધ થયો હતો.

મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસીઝના વીપી નવનીત દમાનીએ કહ્યું છે કે યુએસ ટ્રેઝરી યીલ્ડ્સમાં હાલમાં આવેલી તેજીએ સોનાની ચમક ફીકી કરી દીધી છે. બેંચમાર્ક યુએસ ટ્રેઝરી યીલ્ડ્સ આ અઠવાડિયે આશરે એક વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી હતી. કોમેક્સમાં સોનાની કિંમત 1755 થી 1782 ડોલર પ્રતિ ઔંસ અને ભારતમાં 45700 થી 46300 રૂપિયા વચ્ચે રહી હતી. દુનિયાના ટોપ 10 અમીરોમાં સામેલ વોરેન બફેટની કંપની બેર્કશીર હાથવેએ કેનેડાની કંપની બેરીક ગોલ્ડ કોર્પોરેશનમાં 31.7 કરોડ ડોલરના શેયર્સ વેચી દીધા છે. કંપનીએ થોડાક ત્રિમાસિક મહિના પહેલા જ તેની ખરીદી કરી હતી. આ શેયર્સને વેચવાનો નિર્ણય એટલો જ ચોંકાવનારો હતો, જેટલો તેનો ખરીદવાનો હતો. સોના વિરુદ્ધની વોરેન બફેટની ચીઢ કોઈનાથી છૂપાયેલી નથી. તેઓ ઘણીવખત સોનામાં રોકાણ કરનારાઓની મજાક ઉડાવતા રહે છે. તેમનું માનવું છે કે ગોલ્ડ નોન પ્રોડક્ટીવ એસેટ છે. આથી કંપનીએ ગયા વર્ષે સોનાનું ખનન કરતી કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો તો તે ચર્ચામાં બની હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp