બેંકમાંથી મોટી રોકડ ઉપાડતા હો તો ચેતજો, સરકાર ઉઠાવા જઇ રહી છે આ પગલું

PC: youtube.com

જો તમે કેશથી લાખો રૂપિયાનું લેનદેન કરતા હો તો આવનારા દિવસોમાં તમારી મુશ્કેલી વધી શકે છે. મોદી સરકાર કેશ રોકડ ઉપાડવામાં પર ટેક્સ લગાડવા બાબતે વિચાર કરી રહી છે. સરકારે આ પગલું ડિજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઉઠાવવાં માગે છે.

એક અહેવાલ અનુસાર, મોદી સરકાર 10 લાખ રૂપિયા કેશ ઉપાડવા પર ટેક્સ લગાવવાની સંભાવના પર વિચાર કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે, સરકારનું માનવું છે કે મોટાભાગના વ્યક્તિઓ અને વેપારીઓ 10 લાખ રૂપિયા કે તેથી વઘારે રોકડ ઉપાડતાં નથી.

આને લઇને સરકારમાં વિચાર મંથન ચાલી રહ્યું છે. જો કે આ પ્લાનને હજી અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે 2016માં આંધ્ર પ્રદેશના એ સમયના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીઓની એક ઉચ્ચસ્તરીય પેનલે પણ 50,000 રૂપિયાથી વધારેના રોકડ ઉપાડ પર ટેક્સ લગાડવાની ભલામણ કરી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 50 હજારથી વધારાની રકમ જમા કરાવવાં માટે જે રીતે પાન કાર્ડ ફરજિયાત છે તે રીતે મોટી રકમના લેનદેન પર પણ આધાર પ્રમાણીકરણને અનિવાર્ય કરવા પર પ્રસ્તાવ વિચારાધીન છે. માનવામાં આવી રહ્યું છે કે આધાર પ્રમાણીકરણ ફરિજયાત કરવાથી વ્યક્તિગત અને ટેલી ટેક્સ રિટર્નને ટ્રેક કરવામાં સરળતા રહેશે.

સરકાર આ પગલું રોકડનો ઉપયોગ ઓછો કરવા અને કાળાં નાણાં પર પગલા લેવા માટે પણ મહત્ત્વનું છે, હાલ આગામી 5 જુલાઇએ નાણાંમંત્રી નિર્મલા સિતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરશે. આ બજેટ રોકડ ઉપાડવા માટેના સંકેત આપી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp