GSTને કારણે 10% સુધી મોંઘી થઈ શકે છે લક્ઝરી કાર

PC: livemint.com

SUV, મીડિયમ સાઈઝ, મોટી તથા લક્ઝરી કારના ભાવમાં વધારો થઈ શકે છે કેમકે GST કાઉન્સિલે તેના પર લાગતા સેસના રેટ 15% થી વધારીને 25% કરવાની મંજૂરી આપી દીધી છે. લક્ઝરી કારને GSTમાં 28%ની શ્રેણીમાં મૂકવામાં આવી હતી, પરંતુ હવે તેના પર લગાવવામાં આવતા સેસનો દર વધારવાનો નિર્ણય લેવાયો છે, જેથી રાજ્યોના મહેસૂલને થતું નુકસાન અટકાવી શકાય. GST કાઉન્સિલ ટૂંક સમયમાં આ દર ક્યારથી લાગૂ થશે તેનો નિર્ણય પણ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.