વિચારે ગુજરાત: ભારે વેરા છતાં ભારે દેવાદાર ગુજરાત

PC: Livemint.com

2004-17 દરમ્યાન ગુજરાતના લોકોની આવક એટલે કે રાજ્યની જીડીપી 9.2 ટકાના દરે વધી, પણ સરકારની કર આવક 14.19 ટકાના દરે વધી અને દંડ, ફી, ચાર્જ વગેરે જેવી બિન-કર આવક 17.26 ટકાના દરે વધી. આમ, લોકોની આવક વધી એના કરતાં સરકારની આવક બહુ વધી. ગુજરાત દેશમાં ઘણા વધારે વેરા નાખનારું રાજ્ય છે. છતાં સરકારના બજેટમાં ખાધ પોણા ત્રણ ગણી વધી!! સરકારનું દેવું 2001-02માં 45,000 કરોડ ₹ હતું કે જે 2017-18માં 2.15 લાખ કરોડ ₹ થઈ ગયું. આમ, એક ગુજરાતી પર ₹35478નું દેવું થઈ ગયું છે.

અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે જણાવ્યું હતું કે શું આ સુશાસન છે? આને કહેવાય વિકાસ!ગુજરાત સરકારનાં બજેટ અને ગુજરાત રાજકોષીય જવાબદારી ધારા હેઠળ થયેલાં નિવેદનોના આધારે આ વિગતો તૈયાર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.