એપથી ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કેટલો સુરક્ષિત? જાણો શું કહે છે એક્સપર્ટ

PC: moneycontrol.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ડિજિટલ રૂપિયા (e-Rupee)ને લોન્ચ કરી દીધો છે. જે રિટેલ ડિજિટલ કરન્સી માટે પહેલો પાયલટ પ્રોજેક્ટ છે. ડિજિટલ રૂપિયો લોન્ચ થતા જ લોકોના મનમાં ઘણા સવાલ ઉત્પન્ન થઇ રહ્યા છે. જેમાં સૌથી મહત્ત્વનો સવાલ છે કે, શું એપથી ડિજિટલ રૂપિયાનો ઉપયોગ સુરક્ષિત છે? જો તમારા મનમાં પણ આવો કોઇ સવાલ છે તો આપણે આ આર્ટિકલમાં જાણીશું કે એક્સપર્ટ્સનું તેના પર શું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બરથી દેશના ચાર શહેરોમાં ડિજિટલ રૂપિયાનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. રિટેલ ડિજિટલ રૂપિયાને ટ્રાયલ માટે પહેલા ચરણમાં 4 શહેરો મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ભુવનેશ્વરમાં જાહેર કરવામાં આવ્યો છે. આ ટ્રાયલના બીજા ચરણમાં અન્ય 9 શહેરોને જોડવામાં આવશે. પહેલા ટ્રાયલ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), ICICI બેંક, યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકની પસંદગી કરવામાં આવી છે.

IDFC ફર્સ્ટ બેંકના એમ. બાલાકૃષ્ણને ડિજિટલ રૂપિયા બાબતે કહ્યું કે, ગ્રાહકોને બેંક તરફથી લિન્ક દ્વારા ડિજિટલ રૂપી વૉલેટ મોકલવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, જેને તેઓ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી શકે છે. તમે પોતાના બેંક અકાઉન્ટથી પૈસાને આ વૉલેટમાં ટ્રાન્સફર કરી શકો છો. એપથી ડિજિટલ રૂપિયાનો ઉપયોગ ઘણી હદ સુધી ગ્લીવ ફ્રી છે. તેનાથી લેવડ-દેવડ કરવું ખૂબ સ્મૂથ છે.

યસ બેંકના બાલાકૃષ્ણન રાજનના જણાવ્યા મુજબ, હાલમાં આ સુવિધા માત્ર ગ્રુપમાં સામેલ થનારા ગ્રાહકો અને મર્ચન્ટ્સને મળશે. તમે સરળતાથી વૉલેટમાંથી પૈસા કાઢીને પાછા પોતાના બેંક ખાતામાં નાંખી શકો છો. CBDC બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત હશે. પેપર કરન્સીની જેમ તેનું લીગલ ટેન્ડર થશે. તમે ડિજિટલ વૉલેટ દ્વારા પર્સન ટૂ પર્સન (P2P) કે પછી પર્સન ટૂ મર્ચન્ટ (P2M) વચ્ચે તેનાથી ટ્રાન્ઝેક્શન કરી શકશો. સાથે જ QR કોડ સ્કેન કરીને તેનાથી પેમેન્ટ કરી શકાશે.

કેન્દ્રીય બેંક દ્વારા તેને એ જ મૂલ્ય પર જાહેર કરવામાં આવશે, જે મૂલ્ય પર વર્તમાનમાં રિઝર્વ બેંક કરન્સીની નોટ છપાય છે. એટલે કે જો સરળ ભાષામાં સમજીએ તો આ નોટ અને સિક્કાનું ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક રૂપ છે. રિઝર્વ બેંકે ડિજિટલ રૂપિયાની રજૂઆત માટે પહેલી પાયલટ પ્રોજેક્ટ પરિયોજના મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ભુવનેશ્વરમાં શરૂ કરી છે. પાયલટ પ્રોજેક્ટ માટે 4 બેંકોની પસંદગી કરવામાં આવી છે જેમાં ભારતીય સ્ટેટ બેંક, ICICI બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંક સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp