આ રીતે ચેક કરો 100 રૂપિયાની નવી નોટ અસલી છે કે નકલી

PC: rbi.org.in

બેંકોએ હવે 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી છે. 100 રૂપિયાની આ નવી નોટનો રંગ જાંબુડિયો છે. જ્યારે કોઈપણ નવી નોટ ચલણમાં આવે છે, તો તેની નકલી નોટ આવવાની સંભાવનાઓ પણ એટલી જ વધી જાય છે. RBIએ પણ તે અંગે પોતાનાં વાર્ષિક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2017-18નાં વર્ષમાં સૌથી વધુ 100 રૂપિયાની નકલી નોટો મળી હતી.

એવામાં જરૂરી છે કે તમે 100 રૂપિયાની નોટને બરાબર ઓળખી લો. જેથી, તમારી પાસે 100 રૂપિયાની નોટ આવો તો તે નકલી છે કે અસલી તે તમે ઓળખી શકો. દરેક નોટ પર કેટલાક સેફ્ટી ફીચર્સ હોય છે. 100 રૂપિયાની નોટમાં પણ છે. તેનું ધ્યાન રાખવામાં આવે તો તમે નકલી નોટ લેવાથી બચી શકો છો.

કેવી રીતે ઓળખશો નકલી નોટ

RBIએ જણાવ્યું હતું કે, 100 રૂપિયાની નોટની સામેનાં ભાગમાં તમને દેવનાગરીમાં 100 લખેલું દેખાશે. નોટનાં કેન્દ્રમાં મહાત્મા ગાંધીનો ફોટો છે. નાના અક્ષરોમાં RBI, ભારત, India અને 100 લખેલું છે. તેમાં સિક્યોરિટી થ્રેડ પણ લગાવવામાં આવી છે. જેમાં કલર શિફ્ટ પણ તમને જોવા મળશે. જ્યારે તમે નોટ વાળશો તો તમને થ્રેડનો કલર લીલાને બદલે ભૂરો દેખાશે. મહાત્મા ગાંધીનાં ફોટાની જમણી તરફ ગેરેંટી ખંડ, વચન ખંડ સહિત ગવર્નરનાં હસ્તાક્ષર અને ભારતીય રિઝર્વ બેંકનું પ્રતીક પણ દેખાશે.

ડાબી તરફ અશોક સ્તંભનું પ્રતીક છે. આ ઉપરાંત, મહાત્મા ગાંધીનાં ચિત્ર અને ઈલેક્ટ્રોટાઈપ (100) વોટરમાર્કમાં દેખાશે. નોટની પાછળની તરફ મુદ્રણ વર્ષ, સ્લોગન સહિત સ્વચ્છ ભારતનો લોગો, ભાષા પેનલ, રાણીની વાવનું ચિત્ર અને દેવનાગરીમાં 100 પણ લખેલું દેખાશે.

જો તમને આ બધા ફીચર યાદ ન રહે તો ગભરાવાની જરૂર નથી. તમે ઓનલાઈન પણ આ ફીચર્સ ચેક કરી શકો છો. RBIએ એક વેબસાઈટ paisaboltahai.org.in શરૂ કરી છે. અહીં તમે સરળતાથી નોટોનાં ફીચર વિશે માહિતી મેળવી શકો છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp