ચોકસી જે છોકરી સાથે ફરતો હતો તેણે કહ્યું- મને નકલી હીરાના વીંટી આપી હતી અને...

PC: cricketnmore.com

મેહુલ ચોકસીની ડોમિનિકામાં થયેલી ધરપકડ અને તેની ગર્લ ફેન્ડે અપહરણ કરાવ્યું હોવાના ચોકસી પરિવારના આરોપ વચ્ચે હવે નવો વળાંક આવ્યો છે. બારબરા જબારિકાના મેહુલ ચોકસી સાથેના સંબધોની ચર્ચા વચ્ચે હવે જબારિકા સામે આવી છે અને તેણે  ન્યૂઝ એજન્સી ANI ને આપેલાં ટેલિફોનિક ઇન્ટવ્યૂમાં કહ્યું છે કે હું અનેક વાર સ્પષ્ટ કરી ચુકી છું કે હું મેહુલ ચોકસીની ગર્લ ફેન્ડ નથી કે નથી એ મારો શુગર ડેડી. મારી પાસે પોતાની પુરતી આવક છે અને  બિઝનેશ છે, મને તેના રૂપિયા, સહયોગ, હોટલ બુકીંગ, ફેક જવેલરી કે અન્ય કોઇ પણ ચીજની જરૂરિયાત નથી. ઉપરાંત મેહુલ ચોકસી તરફથી મુકવામાં આવેલા અપહરણના આરોપને પણ જબારિકાએ ફગાવ્યો હતો.

બારબરાએ ANI સાથેની વાતચીતમાં કહ્યું કે અત્યાર સુધી મારો કોઇએ સંપર્ક કર્યો નથી, પરંતુ મને લાગે છે કે અપહરણની વાત ખોટી છે. જે લોકો એંટીગુઆના જોલી હાર્બર વિસ્તારને જાણે છે તેમને ખબર હશે કે ત્યાંથી કોઇનું પણ અપહરણ કરવું સંભવ નથી, કારણ કે આ વિસ્તાર એકદમ સલામત અને ફેમિલી એરિયા છે.

મેહુલ ચોકસીએ આરોપ લગાવ્યો છે કે એટીંગુઆમાં બારબરાના ઘરેથી તેનું 8થી 10 લોકોએ અપહરણ કર્યું હતું. આ પહેલાં અનેક મીડિયા રિપોર્ટસમાં બારબરાને મેહુલ ચોકસીની ગર્લ ફેન્ડ હોવાનું કહેવામાં આવ્યું હતું. બારબરાએ કહ્યું કે જો તમે મારું માનશો તો મને લાગે છે કે મેહુલ અંતમાં કયૂબા જવા માંગતો હતો.

આ પહેલાં મંગળવારે બારબરાએ ઇન્ડિયા ટુડે ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મેહુલ ચોકસીએ તેને પોતાનું નામ રાજ બતાવ્યું હતું. એટલું જ નહીં તે મારી સાથે ફર્લટ પણ કરવા માંડયો હતો. મેહુલે  હીરાની એક નકલી અંગુઠી પણ આપી હતી. મેહુલ ચોકસીના ફ્રોડ બાબતે બારબરાને પુછવામાં આવતા તેણે કહ્યું હતું કે હું યુરોપમાં રહું છુ અને ભારતીય સમાચારોને ફોલો કરતી નથી એટલે મેહુલના અસલી નામ અને તેના બેક ગ્રાઉન્ડ વિશે ગયા સપ્તાહ સુધી કશી ખબર નહોતી. બારબરાએ કહ્યું કે મારું માનવું છે કે એંટીગુઆમાં રહેતા મોટા ભાગના લોકોને મેહુલના બેક ગ્રાઉન્ડ વિશે ખબર નહીં હોય.

ANI સાથેના ઇન્ટરવ્યૂમાં બારબરાએ કહ્યું હતું કે મેહુલે કહ્યું હતું કે હવે પછીની મુલાકાત કયૂબામાં થશે. મેહુલે તેના પ્લાન વિશે કોઇ જાણકારી આપી નહોતી, પરંતું એટલું જરૂર કહ્યું હતું કે પાછું મળવાનું થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp