દુનિયાની ઈકોનોમીમાં મંદી લાવી શકે છે આ 7 કારણો, IMFએ વ્યક્ત કરી ચિંતા

PC: move2turkey.com

વૈશ્વિક મંદીની અટકળો વચ્ચે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ચેતવણી આપી છે કે, સાત કારણોને પગલે દુનિયાની ઈકોનોમીમાં મંદી વર્ષ 2023માં દુનિયાને હેરાન કરી શકે છે. પહેલાથી જ મહામારીની વચ્ચે ઘણા દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. એવામાં મંદીના સમાચારે ચિંતા વધારી દીધી છે. IMF અનુસાર, 2023માં વૈશ્વિક આર્થિક વિકાસ દર 2 ટકા રહેવાની આશા છે. જે પાંચ દાયકામાં સૌથી નીચલું સ્તર છે. તમે પણ જાણી લો મંદી માટે જવાબદાર બની શકે તેવા સાત કરાણો.

યુક્રેન પર રશિયાના હુમલા બાદ રશિયા પાસેથી યૂરોપને થનારી ગેસની આપૂર્તિ 2021ની અપેક્ષાએ 40 ટકા ઓછું થઈ ગયુ છે. આપૂર્તિ ઘટવાનું મોટું કારણ યૂરોપીય સંઘે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લગાવેલા પ્રતિબંધો છે. IMF અનુસાર, હાલ રશિયા તરફથી આપૂર્તિને હજુ વધુ ઓછી કરવામાં આવશે. જેને કારણે યૂરોપના ઘણા દેશોના ઉર્જા ક્ષેત્રોએ ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

મોંઘવારી

IMF અનુસાર, યુક્રેનમાં સંકટના કારણે ખાદ્ય પદાર્થો અને ઈંધણની કિંમતોમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. વૈશ્વિક બજારમાં યુદ્ધના કારણે મોંઘવારી દર પોતાના ચરમ પર પહોંચી ગયો છે. માંગમાં ઘટાડો લાવવા માટે દેશ દેવા પર વ્યાજને વધારી રહ્યું છે. આર્થિક સલાહકારોને ડર છે કે, ખાદ્ય પદાર્થો અને ઈંધણની કિંમતોમાં વૃદ્ધિ અને વેતન ના વધવાના કારણે અર્થવ્યવસ્થાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.

વ્યાજદરોમાં વૃદ્ધિ

IMFના હાલના રિપોર્ટ અનુસાર, 2023માં મંદીનું જોખમ વિશેષરીતે વધશે. ઘણી કેન્દ્રીય બેંકોએ હાલમાં જ માંગને ધીમી કરવાના પ્રયાસમાં વ્યાજદરોમાં વધારો કર્યો છે. જોકે, તેનાથી એ જોખમ ઊભુ થયુ છે કે, દેવુ વધુ મોંઘુ થવાના કારણે ઉપભોક્તાઓએ ખપતને બંધ કરી દીધી તો અર્થવ્યવસ્થાઓ ઠપ્પ થઈ જશે.

દેવાનું સંકટ

દેવાના સંકટની સૌથી વધુ અસર વિકાસશીલ દેશોને પડવા જઈ રહી છે. IMFએ કહ્યું, કે જો ઉધાર વધુ મોંઘુ થવાથી અર્થવ્યવસ્થઆ ઠપ્પ થઈ જશે તો વિકસિત દેશ એ આશા કરી શકે છે કે, નાગરિક પોતાની બચતનો ઉપયોગ કરીને અર્થવ્યવસ્થાને વધુ નુકસાન થતા બચાવશે. પરંતુ, વિકાસશીલ દેશોમાંથી જો વિદેશી નિવેશક પોતાના પૈસા કાઢી લે તો સ્થિતિ વધુ જટિલ બની શકે છે. એવામાં મોંઘવારીને વધતી અટકાવવા માટે આ દેશોએ પોતાની કરન્સીને ડૉલરની સરખામણીમાં નીચી લઈ જવી પડી શકે ચે. IMFનું અનુમાન છે કે, ઓછી આવકવાળા 60 ટકા દેશ પહેલાથી જ સરકારી દેવા સંકટમાં ઉચ્ચ જોખમમાં છે.

ચીન

કોરોના મહામારીને અટકાવવા માટે ચીનના પ્રયાસોને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. કેટલીક પ્રમુખ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા વધુ દેવાના કારણે ચીનનું પ્રોપર્ટી સેક્ટર એક ચિંતાનો વિષય બની ગયુ છે. જેમક, એવરગ્રાન્ડે કંપની 300 અબજ યૂરોના અનુમાનિત દેવા પર વ્યાજની ચુકવણી કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ઓછામાં ઓછી એક ડઝન અન્ય ચીનની રિયલ એસ્ટેટ કંપનીઓ આ જ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ચીનમાં ઘરોનું વેચાણ સતત 11 મહિનાથી નીચે જઈ રહ્યું છે. જેનાથી અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયુ છે.

સામાજિક અસ્થિરતા

IMFના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ખાદ્ય અને ઉર્જાની ઊંચી કિંમતો આવનારા સંકટનો પ્રબળ સંકેત છે. પાકિસ્તાન જેવા દેશોમાં ચાલી રહેલા રાજકીય સંકટ સામાજિત અસ્થિરતાનો જ સંકેત છે. પાકિસ્તાનમાં ખાધને સરભર કરવા માટે સરકાર સતત ઉર્જાની કિંમતોમાં વધારો કરી રહી છે.

અવ્યવસ્થા

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના રિપોર્ટ અનુસાર, યુક્રેનમાં યુદ્ધે વૈશ્વિક રાજકીય અસ્થિરતાને જન્મ આપ્યો છે. આ યુદ્ધના કારણે ભૂ-રાજકીય બ્લોક બની ગયા છે, જે હવે એકસાથે સુચારુરીતે કામ કરવા નથી માંગતી. રશિયા અને અમેરિકી પક્ષના દેશ હાલ મંદી પર મળીને વિચાર કરવાના મૂડમાં નથી દેખાઈ રહ્યા. રશિયા પર લગાવવામાં આવેલા નવા પ્રતિબંધોના કારણે પણ હવે ઉર્જા આપૂર્તિ પર સંકટ પેદા થયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp