PF અંગે લેવાયો મોટો નિર્ણય, જાણો સરકાર કેવો બદલાવ લાવી

PC: indiafilings.com

સામાન્ય રીતે નોકરી કરનારા લોકો તેમના પગારમાંથી બચત નથી કરી શકતા. આવા કિસ્સામાં તેમના માટે પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ની રકમ જ તેમની માટે સૌથી મોટી બચત હોય છે પરંતુ શું તમે જાણો છો કે તમારા પીએફને લઇને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે? ચાલો જાણીએ સરકારે પીએફના નિયમમાં કયો બદલાવ લાવ્યા છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) હવે તમારા પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ના પૈસાનું સંચાલન નહીં કરી શકે. મોદી સરકારે નિર્ણય લીધો છે કે એસબીઆઈ માર્ચ 2019 પછી ઇપીએફઓની ફંડ મેનેજર નહીં રહે. જર્વ બેંકના નવા ધોરણ હેઠળ કોઈપણ બેંક હવે અસેટ મેનેજમેન્ટ કંપની તરીકે કામ નહીં કરે. હાલમાં એસબીઆઇ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ પ્રાઇમરી ડીલરશીપ, રિલાયન્સ કેપિટલ, એચએસબીસી, એએમસી અને યુટીઆઇ એએમસી ઇપીએફઓના ફંડ મેનેજર છે.

લેબર મિનિસ્ટર સંતોષ ગંગ્વારના જણાવ્યા પ્રમાણે પાંચ ફંડ મેનેજરોને માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પછી નક્કી કરવામાં આવશે કે ફંડ મેનેજર તરીકે કોની નિમણૂંક કરવી જોઈએ. ગંગવારે આગળ જણાવ્યું કે અમે અગાઉ એસબીઆઈની ફંડ મેનેજર તરીકે નિમણૂંક કરી હતી પરંતુ તેનું કામ બેન્કિંગનું છે. ફંડ મેનેજ કરવાનું કામ તેનું નથી. હાલમાં ઇપીએફઓના લગભગ 50 કરોડ એક્ટિવ મેમ્બર્સ છે. તો હવે પીએફનું ફંડ મેનેજર કોણ બને છે તે તો હવે સમય આવ્યે જ ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp