ઓગસ્ટમાં 244.81 કરોડ ડિજિટલ ટ્રાન્જેક્શન, બે વર્ષમાં આંકડો ત્રણ ગણો થયો

PC: ohmyindia.com

મિનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે શુક્રવારે જણાવ્યુ કે, આ વર્ષે ઓગસ્ટમાં ભારતમાં 244.81 કરોડ ડિજિટલ લેણદેણ કરવામાં આવી તેમણે જણાવ્યુ કે આ આંકડો ઓક્ટોબર 2016થી અત્યાર સુધીમાં ડિજિટલ લેણદેણમાં ત્રણ ગણા કરતા વધુની વૃધ્ધિ બતાવે છે. ઇલેક્ટ્રોનીક્સ તેમજ માહિતી ટેકનોલોજી મંત્રાલયે એક નિવેદન જાહેર કરી રહ્યું છે. નવી ચૂકવણીનું માધ્યમ ભીમ યુપીઆઇ, આધાર આધારિત ચૂકવણીની પ્રણાલી અને રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહે વ્યક્તિથી વ્યક્તિ તેમજ કંપની વચ્ચે ચૂકવણીને પ્રોત્સાહન આપી ડિજિટલ ચૂકવણીના તંત્રને પૂર્ણ રીતે બદલ્યું છે.

તેમણે જણાવ્યુ છે કે આંકડાઓ પર જો ભાર મૂકવામાં આવે તો જાણવા મળે છે કે ઓક્ટોબર 2016માં 79.67 કરોડ ડિજિટલ લેણદેણ કરવામાં આવેલ છે. ઓગસ્ટ 2018માં આ આંકડો 207 ટકાના વધારા સાથે 244.81 કરોડ સુધી પહોંચ્યો હતો. ઓગસ્ટ 2018માં કુલ 204.86 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ડિજિટલ લેણદેણ થયા. તે 88 ટકાની વૃધ્ધિ બતાવે છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગત બે વર્ષમાં ભારતમાં ડિજિટલ લેણદેણમાં ઉલ્લેખનીય વૃધ્ધિ જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp