26th January selfie contest

ભારત 2030 પહેલા વિશ્વની ત્રીજા નંબરની સોથી મોટી ઇકોનોમી બનશેઃ ગૌતમ અદાણી

PC: economictimes.indiatimes.com

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે 19મી નવેમ્બરના રોજ મુબઇમાં થઇ રહેલી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સને સંબોધિત કરતા કહ્યું કે, ભારત 2050 સુધીમાં 30 ટ્રિલિયન ડોલર એટલે કે, લગભગ 30 લાખ કરોડ રૂપિયાની ઇકોનોમી બનવનાના રસ્તા પર છે. ભારત 2030 પહેલા જ વિશ્વની ત્રીજા નંબરની સોથી મોટી ઇકોનોમી બની જશે. તેમણે કહ્યું કે, ભારત આવનારા દાયકા દરમિયાન દરેક 12-18 મહિનામાં પોતાના GDPમાં 1 ટ્રિલિયન ડોલરનો વધારો શરૂ કરી દેશે.

વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટ્સને સંબોધિત કરતા ગૌતમ અદાણીએ કહ્યું કે, આપણે અનિશ્ચિતતાઓના સમયમાં આ મંચ પર મળ્યા છીએ. કોવિડ મહામારીનું દર્દ, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ, જળવાયુ પરિવર્તનના પડકારો અને મોંઘવારીમાં અભૂતપૂર્વ તેજીએ વૈશ્વિક નેતૃત્વ માટે સંકટ પેદા કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, ભારત એક આર્થિક મહાશક્તિના રૂપમાં બદલાઇ રહ્યું છે. ડેમોગ્રાફી, ઉદ્યમશીલતા અને ઉર્જાના ક્ષેત્રમાં આવી રહેલા ફેરફાર ભારતને એક આર્થિક મહાશક્તિ બનાવી દેશે. 2050 સુધી ભારતનું સ્ટોક માર્કેટ કેપિટલ 45 ટ્રિલિયન ડોલરને પાર કરી જશે.

તેમણે આગળ કહ્યું કે, જળવાયુ સંધિએ વિશ્વને બદલવા માટે અમુક ખાસ યોગદાન નથી કર્યા. COP 27 અને તેના પાછલા સંસ્કરણ એ સ્તર પર ફેરફાર નથી લાવી શક્યા જેની વિશ્વને આશા હતી. મોટી આર્થિક શક્તિ અને કમાન્ડ એન્ડ કંટ્રોલના જૂના સ્ટ્રક્ચર આજેના વિશ્વને મેનેજ નથી કરી શકતા. આજના મલ્ટિ પોલર વિશ્વમાં સુપરપાવરની પરિભાષા બદલાઇ ગઇ છે. બહુસ્તરીય વૈશ્વિક સંકટે મહાશક્તિઓના એકધ્રુવિય કે દ્વિધ્રુવિય વિશ્વના મથકન તોડી નાખ્યું છે.

આર્થિક વિકાસ અને લોકતંત્ર બન્નેને સાથે લઇને ચાલવામાં ભારતની સફળતા અદ્વિતિય છે. આજના વિશ્વમાં જ દેશ સુપરપાવર હશે જે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્કિલ ડેવલપમેન્ટમાં દુનિયાની સામે પડકારોનું સમાધાન કરવા માટે પોતાની ટેક્નોલોજી શેર કરવા માટે તૈયાર છે. બેલેન્સ્ડ ગવર્નન્સ અને દેશમાં કરવામાં આવેલા સામાજિક આર્થિક સુધારાએ ભારતને મહાશક્તિ બનવાની રાહ પર લાવીને મૂકી દીધું છે.

ઉર્જા નિર્ધનતા વિકાસશીલ વિશ્વનો સૌથી મોટો પડકાર છે. ભારતમાં ઉર્જા ક્ષેત્રમાં અદ્વિતિય ફેરફાર થશે. આગળ ભારતની અધિકાંશ ઉર્જાની જરૂરની પૂર્તિ અક્ષય ઉર્જા દ્વારા થશે. અદાણી ગ્રુપ વિશ્વની સૌથી મોટી ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ એનર્જી વેલ્યુચેનનું નિર્માણ કરશે. વિશ્વમાં એનર્જી સેક્ટરમાં થનારા ફેરફારથી કેટલાક દાયકા સુધીમાં મોટી સંખ્યામાં રોજગાર ઉભા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp