26th January selfie contest
BazarBit

ભારત-અમેરિકાએ આ 40 વસ્તુઓ ડ્યૂટી ફ્રી કરી દીધી

PC: economictimes.com

ભારત અને અમેરિકાએ કુલ 40 જેટલી વસ્તુઓને ડ્યુટી ફ્રી કરી દીધી છે. એટલે એના પર કોઈ પ્રકારનો આયાત શુલ્ક નહીં લાગે. આ 40 વસ્તુઓમાં સુકોમેવો પિસ્તા, કાજુ અને સફરજનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બંને દેશના મેડિકલ ડિવાઈસ ઉપર પણ આયાત શુલ્ક ઝીરો કરવાની વાત ચર્ચાય રહી છે. ગત અઠવાડિયે બંને દેશના વ્યાપારીઓએ સત્તાવાર મુલાકાત કરી હતી ત્યારે આ ચીજ વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ, આ ચર્ચામાં ડેરી ઉત્પાદનને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. મોટા ભાગની ચર્ચા એગ્રી ઉત્પાદનને લઈને જ રહી હતી.

અમેરિકાએ ભારતને દાળ પર લગાડવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી કરવા માટેની માંગ કરી છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને પણ ભારત તરફથી આવતી કેટલીક દાળની આયાત પર પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી હતી. જેની સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સામે ફરિયાદ કરવામાં આવી હતી. ભારતે આ પ્રતિબંધ સ્થાનિક માર્કેટમાં દાળના ગગડતા ભાવને રોકવા માટે લગાવ્યો હતો. સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, અમેરિકામાંથી આવતા પિસ્તા પરની આયાત સામે ભારતને કોઈ વાંધો નથી. આ અંગે એવું પણ સામે આવ્યું છે કે, વ્યાપારી મુદ્દાઓની ચર્ચા ધીમે ધીમે આગળ વધી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલે 15 દિવસ પહેલાં અમેરિકાના ટ્રેડ પ્રતિનિધી રોબર્ટ લાઈટહાઈજર અને અમેરિકાના મેડિકલ ડિવાઈસ વિભાગના પ્રતિનિધી સાથે અમેરિકામાં મુલાકાત કરી હતી.

રોબર્ટ ટૂંક જ સમયમાં ભારતની મુલાકાત લેવાના છે. મેડિકલ ડિવાઈસની કિંમત અને ડેરી ઉત્પાદન આ એવા મુદ્દાઓ છે જેને લઈને બંને દેશ ઉકેલ લાવવા માગે છે. આ માટે પ્રયત્ન પણ કરી શકે છે. ગોયલે જણાવ્યું હતું કે, આપણે ખડૂતવર્ગને ધ્યાને લઈ સાથોસાથ ધાર્મિક સંવેદનાઓનો પણ ખ્યાલ રાખવાનો છે. અમેરિકા સાથેની વ્યાપાર સમજુતીમાં કેટલાક ઉત્પાદનો એવા છે જેની ફૂડચેઈનમાં પશુચારો હશે. તેની આયાત સાથે કોઈ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. ડેરી સેક્ટર એવા વિભાગો પૈકીનું એક છે. RCEP ટ્રેડ એગ્રીમેન્ટમાં ભારતે જેનો વિરોધ કર્યો હતો. એક લાંબી વાતચીત બાદ ભારતે હાલમાં આ સમજૂતી સાથે ન જોડાવવાનો નિર્ણય કર્યો છે. નિષ્ણાંતોએ અમેરિકા-ભારત વચ્ચે વ્યાપારી પેકેજને લઈને સારી એવી આશા વ્યક્ત કરી છે. આ એક સારી પ્રગતિની નિશાની છે. કારણ કે બંને દેશ સાથે કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ જોડાયેલા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp