પોતાની કમાણી કરતા બે ગણી ઝડપથી લોન લઈ રહ્યા છે ભારતીયો

PC: financebuddha.com

ભારતીય કમાણીમાં વાર્ષિક વધારા કરતા બે ગણી ઝડપથી લોન લઈ રહ્યા છે. તે ભારતીયોની વધતી આવકનો સંકેત તો છે જ, સાથે જ તેમાં બચતને બદલે ખર્ચ કરવાના વલણના પણ સંકેત આપી રહ્યુ છે. ભારતીય હવે આવનારી પેઢી માટે બચત કરવાને બદલે પોતાના પર ખર્ચ કરવાની પશ્ચિમી દેશોની પ્રવૃત્તિને અપનાવી રહી છે. તે દેશ જ નહીં વિદેશમાં પણ હરવું-ફરવું, સૌંદર્ય પ્રસાધનો અને વિલાસિતાપૂર્ણ સામાનો માટે અચકાયા વિના લોન લઈ રહ્યા છે.

ખર્ચાની આ પ્રવૃત્તિ દર્શાવે છે કે, દર વર્ષે સ્વેચ્છાચારી લોનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લોન લેનારા ગ્રાહકોની સંખ્યાની અપેક્ષા લોનની રકમમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. RBIના આંકડાઓ અનુસાર, છેલ્લાં પાંચ વર્ષમાં લોનની રકમ સરેરાશ 16.4 ટકાના દરે વધી રહી છે, જ્યારે લોન અકાઉન્ટોની સંખ્યામાં માત્ર 7.5 ટકાનો જ વધારો થયો છે.

ભારતીયો ઘરેલુ સામાનોની જરૂરિયાત, ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અથવા હોટેલ બુકિંગ, લક્ઝરી ઉત્પાદનો પર દિલ ખોલીને ખર્ચ કરી રહ્યા છે. નો કોસ્ટ EMI, ફી પ્રોસેસિંગ વિના જેવી સુવિધાઓને કારણે ભારતીયો ઝડપથી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા તરફ ધ્યાન આપી રહ્યા છે.

39 ટકા વધી ક્રેડિટ કાર્ડ લોન

59900 કરોડ રૂપિયાની ક્રેડિટ કાર્ડ લોન 2017માં

43200 કરોડ રૂપિયા હતો આ આંકડો સપ્ટેમ્બર, 2016માં

18થી 47 ટકા ક્રેડિટ કાર્ડ લોન ન ચૂકવવા પર વ્યાજ

દર વર્ષે વધતો લોનનો બોજ

વર્ષ

લોન અકાઉન્ટ્સ (વધારો %માં)

લોન રકમ (વૃદ્ધિ %માં)

2014

4.52

16.73

2015

-0.93

12.48

2016

9.97

17.06

2017

11.07

16.64

2018

13.63

19.64

(સ્ત્રોતઃ RBI ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેંકિંગ રિપોર્ટ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp