મોંઘવારીની અસરઃ 20 વર્ષમાં ઓછી થઈ પૈસાની કિંમત, ઘટી ખરીદ ક્ષમતા

PC: adda247.com

મોંઘવારીને અર્થશાસ્ત્રમાં એક એવો ટેક્સ કહેવામાં આવે છે, જે દેખાતો નથી. પરંતુ તેની મારથી કોઈ બચી શકતું નથી. આ એવો ટેક્સ છે, જેની ભરપાઈ દરેક લોકો કરે છે. હજુ ભારતમાં મોંઘવારીનો દર 7 ટકા છે અને આ સતત આઠ મહિનાથી રિઝર્વ બેંકના 6 ટકાના ઉપર લિમિટથી ઉપર છે. મોંઘવારીની સૌથી ખરાબ અસર એ થાય છે કે તેના કારણે પૈસાની કિંમત ઘટી જાય છે મતલબ તેની ખરીદ શક્તિ ઓછી થઈ જાય છે. 

CMIEના ડેટાની મદદથી જાણવા મળ્યું છે કે છેલ્લા 20 વર્ષ દરમિયાન કેટલીક વસ્તુઓની કિંમત 400 ટકાથી પણ વધી ગયા છે. બિઝનેસ ટુડેની સરખામણી માટે અનાજ, દાળ, પેટ્રોલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવી કોમોડિટીઝ અને અન્ય કિંમતી ધાતુઓની કિંમતોનો સહારો લીધો છે. આ જોઈને સાફ ખબર પડે છે કે કંઈ રીતે છેલ્લા 20 વર્ષ દરમિયાન ભારતીયોની ખરીદ શક્તિ કેટલી પ્રભાવિત થઈ છે.

અનાજ

છેલ્લા 21 વર્ષ દરમિયાન બાસમતી સિવાયના ચોખાની કિંમત 423 ટકા વધી ગઈ છે. 2000-01માં તેના જથ્થાબંધ કિંમત 5.27 રૂપિયા હતા, જે હવે વધીને 27.55 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ રીતે જોઈએ તો 2001માં 1000 રૂપિયામાં 190 કિલો બાસમતી સિવાયના ચોખા ખરીદવા સંભવ હતા, પરંતુ હવે માત્ર 36 કિલો ચોખા ખરીદી શકવા શક્ય છે. આ રીતે બાસમતી ચોખાની કિંમત 629 રૂપિયા ક્વિન્ટલથી લધીને 6107 રૂપિયા થઈ ગઈ છે. આ 870 ટકાનો ભારે વધારો થયો છે. ઘઉંની કિંમત 21 વર્ષ દરમિયાન 166 ટકા વધી ગઈ છે. આ રીતે જુવાર અને બાજરીના ભાવ ક્રમશઃ420 ટકા અને 242 ટકા ઉપર ગયા છે.

દાળ

2000-01 દરમિયાન તુવેરની દાળની કિંમત 1800 રૂપિયા ક્વિન્ટલ હતી, તો હાલ તે 5820 રૂપિયા છે. આ 21 વર્ષમાં 224 ટકાનો વધારો આવ્યો છે. આ રીતે ચણાની કિંમતો 1400 ક્વિન્ટલથી 263 ટકા વધીને 5090 રૂપિયા પર પહોંચી ગઈ છે. અન્ય દાળની વાત કરીએ તો અડદ, મગ અને મસૂરની દાળના ભાવમાં ક્રમશઃ 264 ટકા, 253 ટકા અને 340 ટકાનો વધારો થયો છે. તેનો મતલબ છે કે 1000 રૂપિયામાં 59 કિલો અડદની દાળ ખરીદી શકાતી હતી પરંતુ હવે 1000 રૂપિયામાં માત્ર 16 કિલો દાળ ખરીદી શકાશે.

પેટ્રોલિયમ પ્રોડક્ટ

2002-03માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 29.5 રૂપિયા હતી, જે અત્યારે 233 ટકા વધીને 98 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ જ રીતે ડિઝલનો ભાવ 19 રૂપિયાથી 260 ટકા વધીને 87.5 રૂપિયા પર પહોંચી ગયો છે. મતલબ કે 2003માં 1000 રૂપિયામાં 52 લિટર ડીઝલ આવતું હતું, જે હાલમાં માત્ર 11 લિટર આવે છે.

સોના અને ચાંદી

2004-05માં મુંબઈ માર્કેટમાં 10 ગ્રામ સોના 6000 રૂપિયામાં મળી જતું હતું. આજે તેની કિંમત 700 ટકા વધીને 48000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ જ રીતે ચાંદીની કિંમત 2004- 05માં 10350 રૂપિયે કિલો હતો જે 527 ટકા વધીને 64900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

માથા દીઠ આવક

એવું નથી કે આ સમય દરમિયાન માત્ર ખરાબ જ થયું છે. કોઈ શંકા નથી કે મોંઘવારીના કારણે ખરીદ શક્તિ ઓછી થઈ છે, પરંતુ સાથે સાથે લોકોની આવક પણ વધી છે. 2000-01 દરમિયાન ભારતમાં પ્રતિ વ્યક્તિની આવક માત્ર 18667 રૂપિયા હતી, જે છેલ્લા 21 વર્ષમાં 700 ટકા વધીને 1.50 લાખ રૂપિયા થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp