26th January selfie contest

નવી એરલાઇન શરૂ કરવા રાકેશ ઝુનઝુનવાલાને મોદી સરકારની મંજૂરી, આવતા વર્ષે થશે શરૂ

PC: PIB

ભારતીય શેર માર્કેટના બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલા હવે એવિએશન સેક્ટરમાં ડગ ભરવા જઈ રહ્યા છે. આ માટે તેમણે એક મોટો નિર્ણય કર્યો છે. આવતા વર્ષે તેઓ એક અક્સા એર નામથી એર લાઇન્સ કંપની શરૂ કરવાના છે. આ માટે કેન્દ્ર સરકારના એવિએશન મંત્રાલય તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. આ માટેનું નો ઓબજેક્શન સર્ટિફિકેટ પણ મળી ગયું છે. SNV પ્રાઇવેટ લિમિટેડ નામથી એક કંપની છે. જેના અંડરમાં અકસા એર શરૂ થવાની છે. જેટ એરવેઝના પૂર્વ CEO વિનય દુબે આ નવી એર લાઇન્સ કંપનીના CEO રહેશે. વર્ષ 2022માં આ કંપનીની પહેલી ફ્લાઇટ શરૂ થશે. આ એર લાઇન્સ કંપનીમાં રાકેશે મોટી રકમનું રોકાણ કર્યું છે. કહેવાય છે કે આ કંપની સસ્તું ભાડું અને સિદ્ધપૂરની યાત્રા કરાવશે. જોકે હજુ સુધી કોઈ ફ્લાઇટ ફેર સામે આવ્યા નથી.

વિનય દુબે એ કહ્યું કે અક્સા એરને નો-ઓબજેક્શન સર્ટિફિકેટ મળવાથી ખુશ છું. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભારી છું. અક્સાં ઍરને લોન્ચ કરવા માટે જરૂરી તમામ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવશે. આ માટે રેગ્યુલેટરી ઓથોરિટી સાથે કામ કરવું જરૂરી છે. આ નવી એર લાઈન્સ કંપનીના બોર્ડમાં ઈન્ડિગો એર લાઇન્સના પૂર્વ પ્રેસિડેન્ટ આદિત્ય ઘોષનો પણ સમાવેશ થાય છે. તેમણે સરકારનો આભાર માન્યો અને વિનય દુબેને શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત નવી ટીમને પણ ઓલ ધ બેસ્ટ કહ્યું છે.

એવું માનવામાં આવે છે કે, આ કંપનીમાં રાકેશની 40 ટકાની ભાગીદારી હોય શકે છે. તેઓ આ વેન્ચરમાં 35 મિલિયન ડૉલરનું રોકાણ કરવા વિચાર કરી રહ્યા છે. કંપની આવનારા 4 વર્ષમાં 70 મોટા એર ક્રાફટની ખરીદી કરશે. કંપની હાલમાં એરબસ અને બોઈંગ સાથે વાતચીત કરી રહી છે. જોકે, ક્યાંથી આ એર સર્વિસ શરૂ થશે એ અંગે કોઈ મોટી વિગત સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, તેઓ સૌથી સસ્તા દરે ફ્લાઈટ શરૂ કરવાના છે. કોરોનાકાળમાં પડેલા મારથી જ્યાં એક તરફ એવિએશન ઈન્ડસ્ટ્રી બેઠી થઈ રહી છે એવામાં નવી એરલાઈન્સની જાહેરાત થઈ છે.

માત્ર નાગરિક ઉડ્ડયન મંત્રાલય જ નહીં પણ DGCA પાસેથી પણ ક્લિયરન્સ મળવું જરૂરી છે. દુબેએ કહ્યું હતું કે, એપ્રિલ 2019 પહેલા પ્રાયવેટ સેક્ટરમાંથી ફ્લાઈટ કેરિયર્સ અટકી ગયા હતા. કારણ કે એ વખતે પૈસાની મોટી ખેંચતાણ હતી. આ સેક્ટરમાં રોકાણ પૂરતું ન હતું. ઘણા બધા જાણીતા એકમોમાંથી લોકોએ નોકરી ગુમાવી હતી. અકસાથી ફરી એક મોટું સાહસ થવા જઈ રહ્યું છે. એવિએશન સેક્ટરમાં આ વર્ષની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp