કિમ કર્દાશિયાંનો બહેન સાથે થયો ઝઘડો, કર્યો મુક્કા અને લાતોનો વરસાદ, જુઓ વીડિયો
કિમ કર્દાશિયાં અને તેના પરિવારની વચ્ચે ચાલતા રહેતા ડ્રામા વિશે તો સૌ કોઈ જાણે જ છે અને તેના ઘણા ફેન્સ પણ છે. તેની મમ્મી ક્રિસ જેનર અને તેની બહેનોના રોજબરોજના જીવન પર Keeping up with Kardashians બન્યું છે. KUWTK શો લાંબા સમયથી ટીવી પર છવાયો છે અને શો દ્વારા કર્દાશિયાં પરિવાર વિશે ઘણી વાતો દર્શકોને જોવા મળે છે.
KUWTK શોની સીઝન 17 ખૂબ જ ખરાબ અને વિવાદિત વળાંક પર પૂર્ણ થઈ હતી અને હવે સીઝન 18ની શરૂઆત પણ સારી નથી થઈ. સીઝન 18ના પ્રીમિયર પર કિમ અને તેની બહેન કોર્ટનીની વચ્ચે ઝઘડો જોવા મળ્યો, જેમાં તે બંનેએ એકબીજાને તમાચા, લાતો અને મુક્કા માર્યા. તેની બહેન ક્લોઈએ બંનેની વચ્ચે પડીને તેમને શાંત કર્યા. દરમિયાન કેંડલ ડરના માર્યા એક જ જગ્યાએ ઊભી રહી ગઈ.
.@KimKardashian & @KourtneyKardash got into a fight that turned physical in the premiere episode of #KUWTK Season 18. pic.twitter.com/2ZU6oTVw5E
— Pop Crave (@PopCraveMusic) March 27, 2020
રિપોર્ટ અનુસાર, કોર્ટનીએ પહેલા જણાવ્યું છે કે, તે પોતાનું અંગત જીવન શો પર શેર કરવા નથી માગતી. તેણે પહેલા KUWTK શો છોડવાની ધમકી આપી હતી, પરંતુ પછી તે સીઝન 18માં પાછી આવી ગઈ. સીઝન 18ના પ્રીમિયરમાં કિમ અને કોર્ટનીની વચ્ચે કામ કરવાને લઈને તુ-તુ, મેં-મેં થઈ ગઈ. કોર્ટનીએ કહ્યું કે, હું પોતાના અંગત જીવનમાં ઘણું બધુ કરું છું અને વ્યસ્ત રહુ છું, પરંતુ તું એવું જતાવે છે કે, માત્ર તું જ કામ કરે છે. ત્યારબાદ તેણે કિમને ધક્કો માર્યો અને પછી બંનેએ એકબીજા પર વાર કરવાનો શરૂ કરી દીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp