Googleની ભારતને કોરોના સામે લડવા 135 કરોડની મદદ, જાણો CEO પિચાઈની સેલેરી

PC: forbes.com

ભારતીય મૂળના સુંદર પિચાઈને Googleના CEOમાંથી Alphabet CEO તરીકે ડિસેમ્બર 2019માં પ્રમોટ કરવામાં આવ્યા હતા. Alphabet Googleની પેરેન્ટ કંપની છે. આલ્ફાબેટની અંદર ઘણી કંપનીઓ આવે છે. Alphabetના CEO બન્યા પછી સુંદર પિચાઈની મહેનત પણ ઘણી વધી ગઈ. આ કારણે તેમની સેલરીમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે. સુંદર પિચાઈએ 2020માં કેટલી કમાણી કરી તેની ખબર પણ Google પરથી જ મળી.

Googleએ US Security and Exchange Commissionની પાસે વાર્ષિક પ્રોક્ષી ફાઈલ કરી. તેના દ્વારા સુંદર પિચાઈની સેલરી અંગે ખબર પડી. Gadgetsnowના એક રિપોર્ટ પ્રમાણે, સુંદર પિચાઈની બેઝ સેલરી વર્ષ 2020માં 2 મિલિયન ડોલર હતી. તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ સેલરી લગભગ 15 કરોડ રૂપિયા થાય છે. Alphabetના કહેવા પ્રમાણે, વર્ષ 2020 માટે લિડરશીપ ડેવલપમેન્ટ એન્ડ કમ્પેનશેસન કમિટીએ સુંદર પિચાઈની બેઝ સેલરી 2 મિલિયન ડોલર કરી દીધી છે.

તેની પાછળનું કારણ Alphabet અને Googleના CEOઓ તરીકે તેમની જવાબદારી વધેલી હોવાને કહેવામાં આવ્યું હતું. 2 મિલિયન બેસ સેલરી સિવાય તેમને ઓલ અધર કમ્પનશેસનની અંદર 5 મિલિયન ડોલરની સેલરી આપવામાં આવી છે. જો તેમની બેઝ સેલરી 2 મિલિયન ડોલરમાં 5 મિલિયનની સેલરીની સાથે તેમની ટોટલ સેલરી વર્ષ 2020 માટે 7.4 મિલિયન ડોલર એટલે કે લગભગ 52 કરોડ રૂપિયા થાય છે. મતલબ વર્ષ 2020માં સુંદર પિચાઈએ લગભગ 52 કરોડ રૂપિયા સેલરીના રૂપમાં લીધા.

Alphabetના CEO બનવા પહેલા સુંદર પિચાઈની સેલરી 6.5 લાખ ડોલર(લગભગ 4.8 કરોડ રૂપિયા) હતી. આ સેલરી તેમને 2019માં મળી હતી. તે વખતે ઓલ અધર કમ્પનસેશન હેઠળ તેમને 3.3 મિલિયન ડોલરની સેલરી મળી હતી. તે સિવાય 2019માં સ્ટોક પેકેજમાં તેમને 240 મિલિયન ડોલરની ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી. સ્ટોક વેલ્યુ તેની પર ડિપેન્ડ કરશે કે Google અને Alphabet આવનારા વર્ષોમાં કેવું પરફોર્મ કરે છે. ભારતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે. તેવામાં અમેરિકન ટેક કંપની ગુગલે ભારતને કોવિડ-19 સામે લડવા માટે 135 કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે. ગુગલે કહ્યું છે કે આ ફંડ ગીવઈન્ડિયા અને યુનિસેફને આપવામા આવશે જે ભારતમાં મેડિકલ સપ્લાઈ અને તે પરિવારની મદદ માટે હશે જે કોવિડ-19થી પ્રભાવિત છે. ગુગલના CEO સુંદર પિચાઈએ આ અંગે એક ટ્વીટ પણ કર્યું છે. આ ટ્વીટમાં પિચાઈએ કહ્યું કે ભારતમાં કોરોના ક્રાઈસિસ સતત ખરાબ થઈ રહી છે અને તેવામાં ગુગલ અને ગુગલર્સ(મતલબ ગુગલમાં કામ કરનારા) ગીવઈન્ડિયા અને યુનિસેફને ભારતમાં કોવિડ-19 સામે લડવા માટે 135 કરોડનું ફંડ આપશે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp