પેટ્રોલ પહોંચ્યું ₹ 70ને પાર, જાણો કેમ વધી રહ્યા છે ભાવ?

PC: samayam.com

સળંગ છેલ્લા થોડા સમયથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ રેટ 28 પૈસા પ્રતિ લીટર, જ્યારેકે ડિઝલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લીટરે વધારો નોંધવામાં આવ્યો છે. જોકે આ વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ.70 થયા હતા. જ્યારેકે ડિઝલ 64.47 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો હતો.

શા કારણથી મોંધુ થયું પેટ્રોલ -ડિઝલ?

વૈશ્વિક સ્તરે ક્રૂડની કિંમતમાં આવેલ ઘટાડા બાદ તેલ કંપનીઓએ પોતાનો નફો જોઇ ઇંધણના ભાવમાં વધારો કર્યો હતો. ક્રૂડની કિંમતમાં વધારાનું કારણ નરમ રોકાણ પણ છે. જણાવી દઇએ કે અમેરીકન ડોલરની સરખામણીએ હાલમાં રૂપિયામાં ઘટાડો નોંધવામાં આવેલ છે. અને આજ કારણ છે કે નવું વર્ષ આવતા જ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો શરૂ થયો છે. ક્રૂડની કિંમતમાં વધારો થયો છે. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડની કિંમતોમાં તેજી હાલમાં ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp