લોન આપતી એપ્સ હવે કંઈપણ વિગત છુપાવી શકશે નહીં, પાર્ટનર બેન્કની આપવી પડશે ડિટેલ

PC: indiatimes.com

ગૂગલે લોન આપતી એપ્સ માટે મોટું પગલું લીધું છે. ગૂગલ પ્લે સ્ટોર પર જે લોન એપ્સ છે, તેમણે પોતાના પ્લેટફોર્મ પર લોન એપ સાથે જોડાયેલા બેંક અથવા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ની લીંક બતાવવી પડશે. ગૂગલે કહ્યું કે, આ નિયમનું પાલન જે એપ નહીં કરશે, તેને પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવશે. ગૂગલે આ પગલું ભારતીય રિઝર્વ બેંક (RBI) અને ઇલેક્ટ્રોનિકસ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયની સાથે કેટલીક બેઠકો કર્યા બાદ ઉઠાવ્યો છે.  

મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, ગૂગલના આ પગલાથી એપના માધ્યમથી થઇ રહેલી લોન છેતરપિંડી પર રોક લાગશે. નોંધનીય છે કે, ભારતમાં ગત કેટલાક સમયથી લોન આપતી સંખ્યામાં ખૂબ જ વૃદ્ધિ થઇ છે, સાથે જ લોન એપ્સ દ્વારા લોન લેતા ગ્રાહકોની સાથે છેતરપિંડી કરવાનો અને તેમનું ઉત્પીડન કરવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. ગૂગલે 5 સપ્ટેમ્બરે પોતાની પોલિસી અપડેટ કરી હતી. 19 સપ્ટેમ્બર સુધી લોન એપને નવી પોલિસી અનુસાર બદલ કરવાના હતા.

આ લાભ થશે

આ નિયમના લાગૂ થયા પછી, જે યૂઝર્સ લોન એપનાં માધ્યમથી લોન લેવા માટે ઈચ્છુક રહેશે, તે એપ વિશે વધુ માહિતી મેળવી શકશે. આવી એપના વેબપેજ પર સંબંધિત બેંક અથવા NBFC ના લીંક દેખાશે.લાઈવ લીંકથી યૂઝરને જાણ થઇ જશે કે, એપને કોઈ બેંક અથવા NBFCને લોન આપવાની પરમિશન છે અથવા એપનું તેમની સાથે ટાઈ-અપ કર્યું છે.

લોન એપ્સ પર સખ્ત થઇ સરકાર

લોન એપ્સ થકી છેતરપિંડીની વધતી ઘટનાઓને જોતા સરકારે પણ હવે સખત વલણ સ્વીકાર્યું છે. નકલી એપ્સને પ્લે સ્ટોરથી હટાવવા માટે ગૂગલની સાથે સરકારે સતત ચર્ચા કરી છે.

ગૂગલનું કહેવું છે કે, તે આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે કાનૂન પ્રવર્તન એજન્સીઓ અને ઔદ્યોગિક સંસ્થાઓની સાથે સતત સંવાદ કરી રહી છે. સાથે જ ગૂગલે કહ્યું કે, તેના પ્લેટફોર્મ પર ઉપસ્થિત તમામ લોન એપ્સને રીપેમેન્ટ ટાઈમ, વ્યાજ દર અને લોન સાથે સંબંધિત અન્ય મહત્વપૂર્ણ માહિતી પોતાના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp