વેક્સીન કિંગ પૂનાવાલાના નામ પર થઇ આ કંપની, વર્ષમાં 5 ગણાથી વધુ રિટર્ન આપ્યું છે

PC: livemint.com

નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીનું નામ બદલીને વેક્સીન કિંગ આદાર પૂનાવાલાના નામ પર Poonawalla Fincorp કરી દેવામાં આવ્યું છે. જે 22 જુલાઇથી લાગૂ થઇ ચૂક્યું છે. આદાર પૂનાવાલાએ આ કંપનીમાં મોટાભાગનો સ્ટેક ખરીદ્યો છે. આ NBFCની સાથે જેવું આદાર પૂનાવાલાનું નામ જોડાયું, તેના શેર દોડવા લાગ્યા. ગુરુવારે Magma Fincorp Limitedનો શેર ગ્રીન નિશાનની સાથે 144.70 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

આ શેરમાં પાછલા એક અઠવાડિયામાં 7.27 ટકાનો ઘટાડો આવ્યો છે. એક મહિનામાં લગભગ 7  ટકાનો ઘટાડો જોવા મળ્યો. ત્રણ મહિનામાં તેણે 23 ટકાનું, આ વર્ષે અત્યાર સુધીમાં 260 ટકાનું અને પાછલા એક વર્ષમાં 475 ટકાનું રિટર્ન આપ્યું છે. આ NBFCમાં પ્રમોટરની પાસે 73.20 ટકાની હિસ્સેદારી છે. જેનો માર્કેટ કેપ 11 હજાર કરોડને પાર છે. જૂન મહિનામાં આ કંપનીના મેનેજમેન્ટમાં મોટો ફેરફાર થયો હતો. વેક્સીન કિંગ આદાર પૂનાવાલાને આ કંપનીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેની સાથે જ વિજય દેશવાલને કંપનીના CEO બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તે ICIC બેંકના બિઝનેસ હેડ હતા. આ ઉપરાંત અભય ભટાડ્ડુને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બનાવેલા.

સીરમ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખ આદાર પૂનાવાલાએ ફેબ્રુઆરી 2021માં મેગ્મા ફિનકોર્પમાં કન્ટ્રોલિંગ હિસ્સેદારી ખરીદી હતી. પૂનાવાલાની કંપની Rising Sun Holdingsએ મેગ્મા ફિનકોર્પમાં 60 ટકાની હિસ્સેદારી 3456 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ડીલ પછી કંપનીની બ્રાન્ડ બદલીને પૂનાવાલા ફાયનાન્સ થઇ ગઇ.

મેગ્મા ફિનકોર્પ લિમિટેડ એક નોન ડિપોઝિટ ટેકિંગ નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની છે. કંપનીએ લગભગ 30 વર્ષ પહેલા પોતાના પરિચાલનની શરૂઆત કરી હતી અને તે BSE ને NSE પર લિસ્ટેડ છે. આ 21 રાજ્યોમાં ઉપસ્થિત છે. સાથે જ તેની 297 શાખાઓ છે. આના ગ્રાહકોની સંખ્યા લગભગ 54 લાખ છે અને કંપનીના લોન બુકનો આકાર 14000 કરોડ રૂપિયા છે.

ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં એન્ટ્રી લેશે આ કંપની

પાછલા દિવસોમાં ખબર સામે આવી હતી કે કંપની બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં પણ ઉતરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત મેનેજમેન્ટમાં વધુ એક ફેરફાર કરતા સંજય મિરાંકાને ગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર એટલે કે CFO નિમવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp