2 મહિનામાં ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગની સંપતિમાં 3000 કરોડ ડૉલરનો વધારો

PC: insider.com

કોરોના વાયરસ મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં છે, તો બીજી બાજુ અમેરિકાના અબજોપતિઓની સંપતિમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. લોકડાઉન હોવા છતાં પાછલા 2 મહિનામાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ અને એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની સંપતિમાં સૌથી વધારે વધારો થયો છે. લોકડાઉનને કારણે ટેક સ્ટોક્ટમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે, જેને લીધે અમેરિકાના 600 અબજોપતિઓની સંપતિમાં વધારો જોવા મળ્યો છે.

કોરોના મહામારીના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. તેમ છતાં બ્લૂમબર્ગ બિલિયેનિયર ઈન્ડેક્સ અનુસરા, પાછલા 2 મહિનામાં ફેસબુકના સંસ્થાપક અને CEO માર્ક ઝુકરબર્ગની મિકલતમાં 3000 કરોડ ડૉલરનો વધારો થયો છે. માર્ચના મધ્યમાં ઝુકરબર્ગ પાસે 57.5 અબજ ડૉલરની અંદાજિત સંપતિ હતી. પણ હવે તેમની સંપતિ વધીને 87.5 અબજ ડૉલર થઈ ગઈ છે. ઝુકરબર્ગ હવે દુનિયાનો ત્રીજો સૌથી અમીર વ્યક્તિ પણ છે અને તેણે બર્કશાયર હૈથવેના ચેરમેન વોરેન બફેને પણ પછાડી દીધા છે. તેમની સંપતિમાં 45 ટકાનો વધારો થયો છે.

ફેસબુકે ઓનલાઈન શોપિંગ ફીચર શોપ્સની પણ શરૂઆત કરી દીધી છે. CNBCની રિપોર્ટ અનુસાર, શોપ્સને કારણે ફેસબુકના શેરની કિંમત 230 ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ફેસબુકના ફિચરને વધારતા મેસેન્જર રુમ્સમાં ગ્રુપ વીડિયો કોન્ફરન્સિંગની પણ શરૂઆત કરી છે.

પાછલા બે મહિનાથી માર્ક ઝુકરબર્ગ કંપનીને આગળ વધારવા માટે ઘણા વ્યસ્ત રહ્યા છે. આ દરમિયાન તેમણે ઘણાં ફીચર્સ જોડ્યા છે. આ દરમિયાન તેમણે ઝૂમ સાથે પ્રતિસ્પર્ધા કરતા મેસેન્જર રુમ્સ લોન્ચ કર્યું. મેસેન્જર રુમ્સમાં 50 લોકો એકસાથે જોડાઈ શકે છે. મેસેન્જર રુમ્સનો ઉપયોગ એ લોકો દ્વારા પણ કરી શકાય છે જેઓ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર છે. વધુ રસપ્રદ વાત તો એ છે કે, કોલમાં ભાગ લેવા માટે ફેસબુક અકાઉન્ટ હોવું જરૂરી નથી. જોકે, હોસ્ટ કરવા કે કોલ શરૂ કરવા માટે ફેસબુક અકાઉન્ટની જરૂર રહે છે.

આ બધાની વચ્ચે ઝુકરબર્ગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વર્ક ફ્રોમ હોમથી ફેસબુકના કર્મચારીઓ પર સકારાત્મક પ્રભાવ પડ્યો છે. તેમણે કહ્યું કે, કર્મચારી ઓફિસની સરખામણીમાં ઘરે વધારે સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

30 ટકા વધી જેફ બેજોસની સંપતિ

એમેઝોનના સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસની સંપત્તિમાં 30 ટકાનો વધારો થતાં તેમની સંપતિ 147.06 અબજ ડૉલર થઈ ગઈ છે, એટલે કે લગભગ 11.06 લાખ કરોડ રૂપિયા થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp