10 લાખની આવક ધરાવતા લોકોને મળી શકે છે મોટી રાહત

PC: financialexpress.com

ટૂંક સમયમાં દેશની જનતાને એક આનંદના સમાચાર મળી શકે છે. રિપોર્ટ મુજબ મોદી સરકાર ઇનકમ ટેક્સ રેટમાં ઘટાડો કરી શકે છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ સરકાર ડાયરેક્ટ ટેક્સ નિયમોમાં મોટો સુધારો કરી શકે છે, જે મુજબ વાર્ષિક દસ લાખથી વધુ આવક પર લાગતા 30% ટેક્સમાં ઘટાડો થઇ શકે છે. આ સિવાય ઓછી આવક વાળા ટેક્સમાં પણ રાહત મળી શકે છે.

નાણા મંત્રાલયને નવા ડાયરેકટ ટેક્સ કોડને જલદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ એ લોકો અને કંપનીઓને પણ પ્રોત્સાહન આપવામાં માટે કહેવામાં આવ્યું છે, જેઓ ઇમાનદારીથી ટેક્સ આપે છે. નાણાં મંત્રાલયના અધિકારી મુજબ ડાયરેક્ટ ટેક્સ કોડ પર ટાસ્ક-ફોર્સ 31 જુલાઇ સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દેશે. ટાસ્ક ફોર્સ દેશની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇનકમ ટેક્સ કાયદાની સમીક્ષા કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ  પહેલા PM નરેન્દ્ર મોદીએ ઇનકમ ટેક્સ એક્ટમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. સરકારને આશા છે કે, ટેક્સ રેટ ઘટાડવાથી લોકો ઇમાનદારીથી ટેક્સ આપશે. આનાથી સરકારનું ટેક્સ કલેક્શન પણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp